અમદાવાદના બહેરામપુરા વૉર્ડ મ્યુનિસપિલ કૉર્પોરેશનની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કમરુદ્દીન પઠાણની જીત થઈ છે. કમરુદ્દીન પઠાણની 9677 મતથી મ્યુનિસપિલ કૉર્પોરેશનની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે.
બહેરામપુરા વોર્ડમાં કોર્પોરેશનના ચાલુ કોર્પોરેટરનું નિધન થતાં આ ચૂંટણી યોજાઈ હતી. પેટાચૂંટણીના મતદાન માટે ભાજપના કમલેશ પરમાર અને કોંગ્રેસના કમરુદ્દીન પઠાણ વચ્ચે સીધી ટક્કર હતી.