ETV Bharat / state

કોંગ્રેસનો આક્ષેપ એસ.ટીમાં ખાનગી કંપનીઓને કમાવી આપવા, 25% ભાડુ ઘટાડવાનો નિર્ણય કરાયો - Ahmedabad

અમદાવાદ: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગુજરાત S.T બસમાં ચાલતી ગેરરીતિઓ વિશે વાત કરતા કહ્યું કે, ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલી બસો પૈકી ફકત અન્યો રાજયોમાં જતી બસોમાં ફકત ગુજરાત વિસ્તારના ભાડાની રકમમાં 25% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી. કંપનીના માલિક પંકજ ગાંધી અને અન્યને કમાવી આપવા માટેની જાહેરાત ગેરકાનુની રીતે કરવામાં આવી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : May 6, 2019, 12:52 AM IST

18 ફેબ્રુઆરી 2012એ રાજ્ય સરકારના નોટીફીકેશન મુજબ 10% સુધી ભાડામાં વધારો-ઘટાડો કરવાની સત્તા ઓથોરીટી આપી શકે છે તેમ છતાં ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી. અને અન્યો ખાનગી કંપનીઓને કમાવી આપવા માટે 25% ભાડુ ઘટાડવાનો નિર્ણય એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવેલ 10 રૂટો પર 15 બસો ફરી રહી છે. જે પૈકી 3 રૂટની બસમાં એટલે કે વારાણસીની બસમાં રૂપિયા 818 મુંબઈની બસમાં રૂપિયા 293 અને ગોવાની બસમાં રૂપિયા 800 સુધીનું ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેના કારણે આ ૩ રૂટની બસોમાં જ સરકારી તીજોરીને રૂપિયા 2,79,00,600નું નુકશાન થાય છે. બીજી બાજુ આ બસોમાં જે ભાડુ વસુલવામાં આવે છે. તેના કરતાં હવાઈ અને રેલ્વે મુસાફરીના દરો પણ ઓછા હોય છે. તેમજ અન્ય રાજ્યોના મુસાફરો માટે રાજ્યમાં પસાર થતાં ભાડામાં 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જ્યારે રાજ્યના મુસાફરો માટે કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી.

એસ. ટી. નિગમના હિસાબી ખાતાના 3 ડિસેમ્બર 2014ની સુચનાઓ મુજબ ખાનગી ઓપરેટરોના ભાડાનું ચુકવણી જીપીએસ મોડયુલ મુજબ કરવાનું થાય છે તેમ છતાં ખાનગી ઓપરેટરને વધુ ફાયદો થાય તે માટે ભાડાની ચુકવણી જીપીએસ મોડ્યુલ મુજબ કરવાના બદલે લોગબુક/ચોપડીઓ મુજબ ભાડુ ચુકવવામાં આવે છે જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે.

2006માં જાહેર કરેલા મુજબ એસ. ટી. નિગમે સિક્યુરીટી ડિપોઝીટ પેટે ટેન્ડર વેલ્યુ 22 કરોડની સામે ૫% લેખે રૂ.૧.૧૦ કરોડ લેવાની થાય છે તેના બદલે નિગમ દ્વારા માત્ર ૬૫ લાખની જ ડીપોઝીટ લેવામાં આવેલ છે.

ખાનગી ઓપરેટર પાસેથી કરાર કરવા સમયે નિગમની નીતિ મુજબ ટેન્ડર જાહેર કર્યા તારીખથી ત્રણ વર્ષમાંથી કોઈ એક નાણાંકીય વર્ષમાં ટર્ન ઓવર ટેન્ડર વેલ્યુ જેટલું હોવું જોઈએ તેવી જોગવાઈ છે તેમ છતાં ટર્ન ઓવરની બાબત ત્રણ વર્ષના બદલે 5 વર્ષની ધ્યાને લઈ ખાનગી ઓપરેટરને ફાયદો પહોંચાડવામાં આવે છે.

ટેન્ડરની શરત મુજબ ખાનગી ઓપરેટરે 10 લાખ KM પછી નવી બસ આપવાની જોગવાઈ હતી, તેમ છતાં ખાનગી ઓપરેટરને ફાયદો પહોંચાડવા માટે 10 લાખથી વધુ KM વપરાયેલ બસ ફેરવી શકાય તે માટે સવલત કરી આપવામાં આવી છે. ટેન્ડરની શરત મુજબ પાર્સલની તમામ રકમ નિગમે જમા લેવાની જોગવાઈ હતી, તેમ છતાં ખાનગી બસોના માલિકને ફાયદો કરી આપવા માટે 50% પાર્સલ વાહન કરવાની જગ્યા ખાનગી ઓપરેટરને આપેલ છે.

ટેન્ડરની શરત મુજબ બસની અંદર અને બહારની તમામ જાહેરાતની સત્તા એસ.ટી.નિગમને હતી, તેમ છતાં ખાનગી ઓપરેટરને ફાયદો પહોંચાડવા માટે બસની અંદરની 75% જગ્યા ઉપર જાહેરાતના હક્કો ખાનગી બસ માલિકને આપી દેવામાં આવેલ છે. સરકારી ટેન્ડટરોમાં પેનલ્ટી અંગેની કોઈ મર્યાદા હોતી નથી, સરકારને જે નુકસાન થાય તે તમામ નુકસાન વસુલ કરવાનું હોય છે. તેવી જોગવાઈના બદલે સરકારી તિજોરીને નુકસાન થાય અને ખાનગી ઓપરેટરને ફાયદો પહોંચે તે માટે બીલની રકમના ફકત 5% જ પેનલ્ટી વસુલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

જેને મફત મુસાફરીની સુવિધા મળે તેની ચિંતા કરવી જોઈએ, એસ.ટી.ના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ચિંતા કરવી જોઈએ, આદિવાસી વિસ્તારોના 867 ગામોમાં આજદિન સુધી એક પણ બસની સેવા મળતી નથી તે ગામોમાં બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા ચિંતા કરવી જોઈએ 9,870 ગામોમાં દિવસમાં એક જ વાર બસ આવે અને જાય છે ત્યાં રૂટ વધારવા ચિંતા કરવી જોઈએ. ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી., કંપનીના માલિક પંકજ ગાંધી અને અન્ય ખાનગી ઓપરેટરોના ભોગે સરકારી તિજોરીનું નુકશાન ન થાય તે માટે આ કંપનીને બ્લેક લિસ્ટ કરવા સરકારમાં લેખિત ફરીયાદ કરવામાં આવી છે અને એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરવાની માંગણી કરી છે.

R_GJ_AHD_14_05_MAY_2019_ST_BUS_CONGRESS_PHOTO_STORY_GAUTAM_JOSHI_AHD

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગુજરાત એસ.ટી માં ચાલતી ગેરરીતિઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલી બસો પૈકી ફકત અન્યો રાજયોમાં જતી બસોમાં ફકત ગુજરાત વિસ્તારના ભાડાની રકમમાં ૨૫% ડીસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી. કંપનીના માલિક શ્રી પંકજ ગાંધી અને અન્ય ને કમાવી આપવા માટેની જાહેરાત ગેરકાનુની રીતે કરવામાં આવી છે, કેમ કે તા.૧૮-૨-૨૦૧૨ના રાજ્ય સરકારના નોટીફીકેશન મુજબ ૧૦% સુધી ભાડામાં વધારો-ઘટાડો કરવાની સત્તા ઓથોરીટી આપી શકે છે તેમ છતાં ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી. અને અન્યો ખાનગી કંપનીઓને કમાવી આપવા માટે ૨૫% ભાડુ ઘટાડવાનો નિર્ણય એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે

દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડીસ્કાઉન્ટ જાહેર કરવામાં આવેલ ૧૦ રૂટો પર ૧૫ બસો ફરી રહી છે તે પૈકી ૩ રૂટની બસમાં એટલે કે વારાણસીની બસમાં રૂ.૮૧૮/-, મુંબઈની બસમાં રૂ.૨૯૩/- અને ગોવાની બસમાં રૂ.૮૦૦/- સુધીનું ડીસ્કાઉન્ટ આપવામાં આવેલ છે તેના કારણે આ ૩ રૂટની બસોમાં જ સરકારી તીજોરીને રૂ.૨,૭૯,૦૦,૬૦૦/- નું નુકશાન થાય છે. બીજી બાજું આ બસોમાં જે ભાડુ વસુલવામાં આવે છે તેના કરતાં હવાઈ અને રેલ્વે મુસાફરીના દરો પણ ઓછા હોય છે. તેમજ અન્ય રાજ્યોના મુસાફરો માટે રાજ્યમાં પસાર થતાં ભાડામાં ૨૫% ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે જ્યારે રાજ્યના મુસાફરો માટે કોઈ ડીસ્કાઉન્ટ આપવામાં આવતું નથી. આ ડીસ્કાઉન્ટ આપવાની યોજના એ ખાનગી ઓપરેટરોને ફાયદો પહોંચાડવા માટેની જ યોજના બની રહે તો નવાઈ નહીં.
એસ. ટી. નિગમના હિસાબી ખાતાના તા.૩-૧૨-૨૦૧૪ની સુચનાઓ મુજબ ખાનગી ઓપરેટરોના ભાડાનું ચુકવણું જીપીએસ મોડયુલ મુજબ કરવાનું થાય છે તેમ છતાં ખાનગી ઓપરેટરને વધુ ફાયદો થાય તે માટે ભાડાની ચુકવણી જીપીએસ મોડ્યુલ મુજબ કરવાના બદલે લોગબુક/ચોપડીઓ મુજબ ભાડુ ચુકવવામાં આવે છે તેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે.

સરકારે ખરીદ નીતિ-૨૦૦૬ જાહેર કરેલ છે તે મુજબ એસ. ટી. નિગમે સિક્યુરીટી ડીપોઝીટ પેટે ટેન્ડર વેલ્યુ ૨૨ કરોડની સામે ૫% લેખે રૂ.૧.૧૦ કરોડ લેવાની થાય છે તેના બદલે નિગમ દ્વારા માત્ર ૬૫ લાખની જ ડીપોઝીટ લેવામાં આવેલ છે.
ખાનગી ઓપરેટર પાસેથી કરાર કરવા સમયે નિગમની નીતિ મુજબ ટેન્ડર જાહેર કર્યા તારીખથી ત્રણ વર્ષમાંથી કોઈ એક નાણાંકીય વર્ષમાં ટર્ન ઓવર ટેન્ડર વેલ્યુ જેટલું હોવું જોઈએ તેવી જોગવાઈ છે તેમ છતાં ટર્ન ઓવરની બાબત ત્રણ વર્ષના બદલે ૫ વર્ષની ધ્યાને લઈ ખાનગી ઓપરેટરને ફાયદો પહોંચાડવામાં આવે છે.

ટેન્ડરની શરત મુજબ ખાનગી ઓપરેટરે ૧૦ લાખ કિ.મી. પછી નવી બસ આપવાની જોગવાઈ હતી, તેમ છતાં ખાનગી ઓપરેટરને ફાયદો પહોંચાડવા માટે ૧૦ લાખથી વધુ કિ.મી. વપરાયેલ બસ ફેરવી શકાય તે માટે સવલત કરી આપવામાં આવી છે.ટેન્ડરની શરત મુજબ પાર્સલની તમામ રકમ નિગમે જમા લેવાની જોગવાઈ હતી, તેમ છતાં ખાનગી બસોના માલિકને ફાયદો કરી આપવા માટે ૫૦% પાર્સલ વાહન કરવાની જગ્યા ખાનગી ઓપરેટરને આપેલ છે.

ટેન્ડરની શરત મુજબ બસની અંદર અને બહારની તમામ જાહેરાતની સત્તા એસ.ટી.નિગમને હતી, તેમ છતાં ખાનગી ઓપરેટરને ફાયદો પહોંચાડવા માટે બસની અંદરની ૭૫% જગ્યા ઉપર જાહેરાતના હક્કો ખાનગી બસ માલિકને આપી દેવામાં આવેલ છે.સરકારી ટેન્ડટરોમાં પેનલ્ટી અંગેની કોઈ મર્યાદા હોતી નથી, સરકારને જે નુકશાન થાય તે તમામ નુકશાન વસુલ કરવાનું હોય છે તેવી જોગવાઈના બદલે સરકારી તિજોરીને નુકશાન થાય અને ખાનગી ઓપરેટરને ફાયદો પહોંચે તે માટે બીલની રકમના ફકત ૫% જ પેનલ્ટી વસુલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજય એસ.ટી. નિગમે ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી. કંપની અને તેના માલિક  પંકજ ગાંધીની ચિંતા કરવાના બદલે મુસાફરોની ચિંતા જ કરવી હોય તો સીનીયર સીટીઝનને ડીસ્કાઉન્ટ આપી ચિંતા કરવી જોઈએ, મહિલાઓને ડીસ્કાઉન્ટ આપી ચિંતા કરવી જોઈએ, વિદ્યાર્થીઓને સમયસર બસ મળી રહે તેની ચિંતા કરવી જોઈએ, જે વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશનું આવતીકાલનું ભવિષ્ય છે તેને મફત મુસાફરીની સુવિધા મળે તેની ચિંતા કરવી જોઈએ, એસ.ટી.ના કર્મચારીઓના પ્રશ્નો  ઉકેલવાની ચિંતા કરવી જોઈએ, આદિવાસી વિસ્તારોના ૮૬૭ ગામોમાં આજદિન સુધી એક પણ બસની સેવા મળતી નથી તે ગામોમાં બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા ચિંતા કરવી જોઈએ ૯,૮૭૦ ગામોમાં દિવસમાં એક જ વાર બસ આવે અને જાય છે ત્યાં રૂટ વધારવા ચિંતા કરવી જોઈએ.ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી., કંપનીના માલિક પંકજ ગાંધી અને અન્ય ખાનગી ઓપરેટરોના ભોગે સરકારી તિજોરીનું નુકશાન ન થાય તે માટે આ કંપનીને બ્લેક લીસ્ટ કરવા સરકારમાં લેખિત ફરીયાદ કરવામાં આવી છે અને એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરવાની માંગણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.