ETV Bharat / state

Gujarat Budget 2022 : બજેટને લઈને કોંગ્રેસે કાઢી ઝાટકણી - Congress attack on Gujarat Budget

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022-23 નું બજેટ (Gujarat Budget 2022) રજૂ કરવામાં આવ્યું છે. જેને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ બજેટને નિરાશાજનક (Congress attack on Gujarat Budget) જોબલેસ અને હેલ્પ લેસ બજેટ ગણાવી સરકારની ઝાટકણી કાઢી છે.

Gujarat Budget 2022 : બજેટને લઈને કોંગ્રેસે કાઢી ઝાટકણી

author img

By

Published : Mar 4, 2022, 12:15 PM IST

અમદાવાદ : ગુજરાત 2022-23 નું બજેટ નાણાપ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં (Gujarat Budget 2022) રજૂ કર્યું છે. આ બજેટ અત્યાર સુધી રજૂ થયેલા બજેટ કરતાં સૌથી વધારે કદનું છે. 2 લાખ 43 હજાર 965 કરોડના વર્ષ 2022-23 નું આ બજેટ રૂપિયા 668 કરોડની પુરાંતવાળું છે. જો આંકડાકીય માહિતી પર નજર કરીએ તો સરકારનો 1 લાખ 82 હજાર 45 કરોડની મહેસૂલી આવકનો અંદાજ છે. જ્યારે રૂપિયા 1 લાખ 81 હજાર 39 કરોડનો મહેસૂલી ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે.

બજેટને લઈને કોંગ્રેસે કાઢી ઝાટકણી

બજેટને લઈને કોંગ્રેસે સરકારને ખેરી

નાણાકીય વર્ષમાં સરકારને રૂપિયા 51 હજાર 271 કરોડની મુડી આવક થશે. તો સામે લોન અને મુડી ખર્ચ પેટે સરકારે રૂપિયા 59 હજાર 394 ની ફાળવણી કરી દીધી છે. ગત વર્ષે 2,27,029 રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેની સરખામણી કરીએ તો ગત વર્ષ કરતા 16,936 કરોડનો વધારો સૂચવ્યો છે. જો કે આ બજેટને લઈ કોંગ્રેસ ધારાસભ્યોએ (Congress attack on Gujarat Budget) સરકારની ઝાટકણી કાઢી છે.

આ પણ વાંચો : Gujarat Budget 2022 : ગુજરાતના બજેટમાં વકીલોના કલ્યાણાર્થે શુ થયું જુઓ..!

બજેટને લઈને આકરા પ્રહાર કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશના

કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ જણાવ્યું કે, રાજ્યના નાણાપ્રધાન વર્ષ 2022 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. તે ગુજરાતની સાડા છ કરોડ જનતા આકાંશા અપેક્ષાની વિરુદ્ધમાં છે. તેમજ નિરાશાજનક શોષિત પીડિતની આ બજેટમાં ઉપેક્ષા કરવામાં આવી છે. બજેટમાં મુખ્ય કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. ગયા વર્ષે નાણાપ્રધાનએ રજૂ કરેલા બજેટનું પુનરાવર્તન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમુક વિભાગના બજેટમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

બજેટમાં કેટલાક મુદ્દાઓ રહ્યા નથી : કોંગ્રેસ

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ચાર લાખની જોગવાઈ કરવાની વાત બજેટમાં (Budget for Gujarat 2022-23) કરવામાં આવી નથી. જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદાની તદ્દન વિરુદ્ધ છે. મહિલા બાળ વિકાસમાં આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓને પગાર વધારા માટે પણ કોઈ વાત આ બજેટમાં કરવામાં આવી નથી. જો અમારી સરકાર આવશે તો તમામ કર્મચારીઓને લઘુતમ વેતન આપી તેમની માગણી સંતોષવામાં આવશે.

આ પણ વાંચો : Junagadh Economist on Budget: સરકારે માત્ર રજૂ કરવા પૂરતું બજેટ રજૂ કર્યું, આમાં ઉપયોગી કંઈ નથી

જોબલેસ, ગ્રોથલેસ અને હેલ્પ લેસ બજેટ : નૌશાદ સોલંકી

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, આ બજેટ જોબલેસ, ગ્રોથલેસ અને હેલ્પ લેસ છે. નોકરી અને રાજ્યના વિકાસની તકો ઊભી થતી નથી. બજેટ નિરાશાજનક છે. તેમણે ગુજરાતના દેવાની (Provision in Gujarat Budget 2022) વાત કરતા કહ્યું કે, આ બજેટમાં ગુજરાતને દેવાને છુપાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં દેવું 3 લાખ કરોડથી વધુ છે. તો ગુજરાતના જન્મતું બાળક 65 કરોડ દેવા સાથે જન્મે છે. સરકારે ખેડૂતો માટેની વાત કરી નથી. કોંગ્રેસે અત્યારે પણ સંકલ્પ પત્રમાં અને સત્તા પર આવશે તો વીજળી બિલ માફ કરી દશે. તે ઉપરાંત ડ્રોનથી સર્વે કરવામાં આવે છે તે બાબત ગંભીર બની ગયો છે. ડોક્ટરની ભરતી કરવામાં આવી નથી. કોંગ્રેસના શાસનમાં 109 GIDC બનાવવા આવી છે. ભાજપના શાસનમાં માત્ર 27 GIDC બનાવવામાં આવી છે. 109 તાલુકામાં GIDC બનાવવાની બાકી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની ઉપેક્ષા કરી છે. રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડનો જ વધારો કર્યો છે.

આ બજેટ માત્ર વાતો લક્ષી છે

કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમરે જણાવ્યું કે, આ બજેટ માત્ર વાતો લક્ષી બજેટ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી રહી હતી. ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી સરકારને ખબર નથી કે ખેડૂતોને વીજળી અને સિંચાઈ માટે પાણીની જરૂર છે. તે માટે કોઈ જોગવાઈ નથી. આ બજેટમાં (Budget in Gujarat Legislative Assembly) નર્મદા સિંચાઈ માટે 1280 કરોડ જળસંચય માટે 165 કરોડ ઓછી અને કલ્પસર માટે ખુબ જ ઓછી આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. હજી સુધી ચાર ટકા વ્યાજની જોગવાઈ ખેડૂતોના ખાતામાં પહોંચી નથી. ટૂંકી મુદ્દતના વ્યાજે નાણાં મળતા નથી. ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. તાર ફેન્સીગ માટે માત્ર 20 કરોડની અને રાસાયણિક ખાતર માટે 17 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. DAP ખાતર ખેડૂતોને મળતું નથી. સનેડો કેવી રીતે મોંઘી બનશે તેની વાત કરી હતી. આ બજેટ થકી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.