- કોમર્શિયલ એકમોને સીલ કરવાની કામગીરી એસ્ટેટ વિભાગ કરી રહ્યું
- મનપાના એસ્ટેટ વિભાગે 2,500 એકમોને સીલ કર્યા
- કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી તમામ ધંધા-રોજગાર બંધ
અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ એકમોને સીલ મારવાની કામગીરી એસ્ટેટ વિભાગ કરી રહ્યું છે. આ કામગીરી સામે આજે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા મેયર કિરીટ સોલંકીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી મનપાના એસ્ટેટ વિભાગે પરમિશન ન હોય, ગેરકાયદેસર બાંધકામ હોય, તેમ જ ફાયર સેફ્ટી ન હોય તેવા 2,500 એકમોને સીલ કર્યા છે.
આ પણ વાંચો : જામનગરમાં બાજરા સંશોધન કેન્દ્ર પાસે તંત્રએ ગેરકાયદેસર બાંધકામ પર ચલાવ્યું JCB
કોમર્શિયલ એકમ દુકાનોની સ્કીમોની મુકી પરમિશન તેમજ ફાયર સેફ્ટીની NOC વગર બાંધકામો
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, કોન્ટ્રાક્ટરો તેમજ બિલ્ડર દ્વારા જે કોઈ કોમર્શિયલ એકમ દુકાનોની સ્કીમો મુકી પરમિશન તેમજ ફાયર સેફ્ટીની NOC વગર બાંધકામો કરવામાં આવે છે. આ મિલકત વેચાઇ જતા તેમને તગડો નફો મળે છે. પરંતુ નુકસાન અંતે નગરજનોએ ભોગવવું પડે છે.
શહેરના મોટા ભાગે વેપારીઓને પરેશાન થવું પડી રહ્યું
કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પણ કાયદેસર પગલાં લેવામાં આવતા નથી અને શહેરના મોટા ભાગે વેપારીઓને પરેશાન થવું પડી રહ્યું છે. વધુમાં અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા કાયદામાં સંશોધન કરી તેનો અમલ થઈ શકે તે માટેનો લાભ લોકો સુધી પહોંચાડવું જોઈએ.
આ પણ વાંચો : વડોદરામાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રની કાર્યવાહી, 50 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ગેરકાયદેસર બાંધકામ અને BU પરમિશન સામે પગલા લેવાયા
આ ઉપરાંત આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, હાલ કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી તમામ ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. એક તરફ બેકારી અને બેરોજગારીએ માઝા મૂકી છે. ત્યારે ધંધા-રોજગાર જે લોકો સેલ્ફ મેડ રીતે કરી રહ્યા છે. તેઓને યોગ્ય નીતિઓ દ્વારા પ્રોત્સાહન આપવું જોઇએ. પરંતુ જે રીતે ગેરકાયદેસર બાંધકામ અને BU પરમિશન સામે પગલા લેવામાં આવ્યા છે. તેમાં વેપારીઓનો વાંક ન હોવા છતાં તેમના ધંધા-રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે.