રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ આચારસંહિતા બાબતે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં 4 વિધાનસભાની પેટાચૂંટણી હોવાથી 10 માર્ચના રોજ આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. જ્યારે લોકસભા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આચારસંહિતા લાગુ કરી હતી જે હવે ચૂંટણી પૂર્ણ થતા દુર કરવામાં આવે છે.
રાજ્ય અને કેન્દ્રની આચારસંહિતા પૂર્ણ થતા હવે રાજ્ય સરકાર સહિત કોર્પોરેશન વિભાગ દ્વારા જાહેર જનતાના કામોની જાહેરાત કરવામાં આવશે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રજાકિય કામો તથા પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.