અમદાવાદ: અમરાઇવાડી વિસ્તારમાં રહેતા એક યુવકએ તેના પત્ની અને સાસુ વિરુદ્ધમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી યુવકના લગ્નના પાંચેક વર્ષ સુધી તેની પત્ની તેની સાથે સારી રીતે રહી હતી. જો કે બાદમાં તેના માતા પિતાને હેરાન પરેશાન કરતા બંન્ને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. જ્યારે ફરિયાદીની પત્નીએ તેના માતા પિતાના ઘરની આસપાસમાં ભાડે રહેવા માટેની જીદ કરતાં ફરિયાદી ભાડે રહેવા માટે ગયા હતાં. અને તેમનો પગાર પણ પત્નીને આપી દેતા હતાં.
પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી: જો કે તેની પત્ની બચત કરવાને બદલે હરવા ફરવામાં ખર્ચો કરી નાંખતી હતી. આમ અવાર નવાર નાની નાની બાબતોમાં ઘર કંકાસ થવાને કારણે ફરિયાદી ઘરેથી નીકળીને તેમના માતા પિતા સાથે રહેવા માટે ગયા હતાં. જેને લઇને તેની પત્નીએ તેની સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી અને કોર્ટમાં ભરણ પોષણ માટેનો દાવો પણ કર્યો હતો. જો કે વર્ષ 2022માં બંન્ને વચ્ચે સમાધાન થતાં તેઓ સાથે રહેવા લાગ્યા હતાં.
આ પણ વાંચો: Bhavnagar Hookah bar : વિદ્યાર્થીઓ હુક્કાબારના રવાડે, પોલીસે દરોડામાં 19 નબીરાઓને ઝડપ્યા
સ્ત્રી બીજ ડોનેટ પણ કર્યાં: પરંતુ બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે વર્ષ 2019 થી 2022 સુધીમાં તેના પત્ની એજન્ટ મારફતે સ્ત્રી બીજ ડોનર તરીકે કામ કરતી હતી. આઇ વી એફ સેન્ટરમાં પણ તે સ્ત્રી બીજ ડોનર તરીકે જતી હતી. અને અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં તેણે સ્ત્રી બીજ ડોનેટ પણ કર્યાં છે. જે બાબતે ફરિયાદીએ તેની પત્નીને વાતચીત કરતા તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ, અને તેની માતાને બોલાવ્યા હતાં. જેમણે ફરિયાદીને ધમકી આપી હતી કે આ બધી વાત ઘરમાં જ રહેવા દેજો, જો પોલીસ ફરિયાદ કરી તો મારા દીકરા ના હાથે તને મારી નંખાવીશ. જો કે અગાઉ પણ ફરિયાદીને માર માર્યો હોવાથી તેઓ કાંઇ બોલ્યા ના હતાં.
આ પણ વાંચો: Vadodara Crime : પતિ અને સાસરિયાંના ત્રાસના બે બનાવ, દહેજની માંગણી તો બીજામાં સંતાન ન થતાં તરછોડાઇ પરિણીતા
બીજ ડોનેટ કરીને આર્થીક લાભ મેળવ્યો: ફરિયાદીની પત્નીએ આધારકાર્ડમાં જન્મના વર્ષમાં છેડછાડ કરીને નવું આધાર કાર્ડ બનાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે એક હોસ્પિટલમાં સાક્ષી તરીકેની તેમની બનાવટી સહી કરાવી સ્ત્રી બીજ ડોનેટ કરીને આર્થીક લાભ મેળવ્યો હતો. આમ આ તમામ બાબતની જાણ તેને થઇ જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે યુવકએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. (wife selling female seed)