અમદાવાદ રાજ્યમાં નવા વર્ષની શરૂઆત થતાં જ ઠંડીમાં પણ વધારો (Cold Wave in Gujarat) થયો છે. આગામી 2 દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. ઉત્તર ભારતમાં હીમ વર્ષાના (Snow showers in North India) કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. અહીં અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં લોકો ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાા દરિયા કિનારાના શહેરમાં વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
પારો 3 ડિગ્રી સુધી ગગડશે હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ, આગામી 2 દિવસમાં ગુજરાતમાં ફરી સુસવાટા મારતી ઠંડી પડશે. એટલે તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સુધી ઘટવાની પૂરેપૂરી શક્યતા છે. ગિરનારમાં 11.7 અને રાજકોટમાં 12.5 ડિગ્રી જેટલા લઘુતમ તાપમાન સાથે ઠાર અનુભવાતા જીવસૃષ્ટિ પ્રભાવિત થઈ રહી છે. શિયાળો શરૂ થતા પવનની દિશામાં ફેરફાર થાય છે. ઉત્તર પશ્ચિમથી વહેતા ઠંડા અને સુકા પવનથી ગુજરાતમાં ઠંડી અનુભવાય છે. જોકે, આ વખતે શિયાળો મોડો શરૂ થતા અનેક ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ પણ વાંચો ઠંડીનું વાતાવરણ જીવલેણ સાબિત થઈ શકે, આ ઋતુમાં દર્દીઓની સંખ્યામાં થયો વધારો
બરફ વર્ષા પણ શરૂ મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં જોરદાર ઠંડીની સાથે સાથે બરફ વર્ષા (Snow showers in North India) પણ શરૂ થઈ છે. જમ્મુ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના (Snow showers in North India) કારણે અનેક શહેરોના લોકો ધ્રુજી રહ્યા છે. આના જ કારણે ગુજરાતમાં (Cold Wave in Gujarat) પણ ઠંડીનું જોર વધી રહ્યું છે. દિવસ કરતા રાત્રે ઠંડીનું જોર વધી રહ્યું છે. મોડી રાત્રે રસ્તા પર જાણે કુદરતી લોકડાઉન લાગી ગયું હોય એવો માહોલ જોવા મળે છે. જ્યારે આખો દિવસ ઠંડા પવનોથી જાણે ગુલમર્ગમાં રહેતા હોય એવો અહેસાસ થાય છે.
ગરમ કપડાંમાં જનજીવનઃ સતત અને સખત ઠંડી પડવાને કારણે જનજીવન પર સીધી અસર થઈ રહી છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે આવ-જા કરતા લોકો જેકેટ, ટોપી, મફલર અને શાલમાં જોવા મળી રહ્યા છે. જોકે, બપોરના સમયે થોડો ગરમાવો અનુભવાતા રાહત મળે છે. પણ વહેલી સવારે ઠંડી ધ્રૂજાવી દે છે.