ETV Bharat / state

CMA Exam Result : ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું પરિણામ જાહેર, ગતવર્ષ કરતા 25 ટકા જેટલું ઘટ્યું - CMA Passer in Ahmedabad

CMA પરીક્ષાનું પરિણામ (CMA Exam Result) જાહેર થયું છે. જેમાં ગત વર્ષ કરતા 25 ટકા જેટલો પરિણામમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં રહેતો એક વિધાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 5મો રેન્ક મેળવ્યો છે.

CMA Exam Result : ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું પરિણામ જાહેર, ગતવર્ષ કરતા 25 ટકા જેટલું ઘટ્યું,

author img

By

Published : Feb 22, 2022, 9:44 AM IST

Updated : Feb 22, 2022, 10:05 AM IST

અમદાવાદ : CMA દ્વારા ડિસેમ્બર 2021 માં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થયું છે. જૂન મહિનામાં લેવાનારી પરીક્ષા કોરોનાના કારણે મોકૂફ રહી હતી. જે CAની ફાઇનલ પરીક્ષામાં (CMA Exam Result) અમદાવાદના 247 માંથી 37 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ચાલુ વર્ષે 14.98 ટકા પરિણામ

ડિસેમ્બર 2020 માં 41.48 ટકા પરિણામ આવ્યું હતું. જે ચાલુ વર્ષે 14.98 ટકા પરિણામ આવ્યું છે. તેને લઈને ગતવર્ષ કરતા 25 ટકા જેટલો (2022 CMA Exam Result) પરિણામમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓનલાઇન પરીક્ષા અને પરીક્ષા માટેનું લેવલ વધારાતા પરિણામમાં ઘટાડો થયો હોવાનું અનુમાન આવી રહ્યું છે.

ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં મેળવ્યો 5મો રેન્ક

મેઘ કુમાર શાહએ 484 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 5મો રેન્ક મેળવ્યો છે. તે જણાવે છે કે, રોજની 12 કલાકની મહેનત અભ્યાસ પાછળ કરતો હતો. થરા ગામમાં પિતા ખેતી કરે છે, માતા હાઉસવાઈફ છે, પણ હું CMA બનાવવા માટે 5 વર્ષથી અમદાવાદમાં રહું છું. પિતા દર અઠવાડિયે એક વાર મળવા આવે છે. બહેન પણ CMA છે જેથી તેના તરફથી અભ્યાસ માટે માર્ગદર્શન મળતું હતું.

આ પણ વાંચોઃ સચિવાલય ગેટ-1 પાસે LRD ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસે તમામની કરી અટકાયત

અમદાવાદમાં 2જો રેન્ક

કૃપા ધર્મેન્દ્રભાઈ વોરા 416 માર્ક્સ સાથે અમદાવાદમાં (CMA Passer in Ahmedabad) 2જો રેન્ક મેળવ્યો છે. તે જણાવે છે કે, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી CMA કરવાનો વિચાર આવ્યો. સાસરિયાં તરફથી ખૂબ સારો સપોર્ટ મળ્યો. પતિ CA છે જેમના તરફથી પણ ખૂબ મદદ મળતી હતી.

અમદાવાદમાં ત્રીજા ક્રમે

અમદાવાદમાં ત્રીજા ક્રમે આવનાર સોનુ સોલંકીએ 403 માર્ક્સ મેળવ્યા છે. તે કહે છે કે મારા ભાઈનું સપનું હતું CMA થવાનું તે ફાઇનલ પાસ કરે તે પહેલાં જ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો. તેનું સપનું મેં પૂરું કર્યું છે. રોજ 12 કલાક વાંચન કરવાથી પરિણામ મળ્યું છે.

આ પણ વાંચોઃ LRD candidates Protest in Gandhinagar: વિરોધ કરી રહેલા LRD ઉમેદવારોએ અટકાયતથી બચવા કર્યું એવું કે પોલીસ પણ ઊભી રહી ગઈ

Last Updated : Feb 22, 2022, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.