ETV Bharat / state

CM Urban Development Plan:રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનામાંથી 40 કરોડ રૂપિયા પાણી પૂરવઠાના કામો માટે મંજૂર

મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના( CM Urban Development Plan)માંથી 40 કરોડ રૂપિયા પાણી પૂરવઠાના કામો માટે મંજૂર આપવામાં આવી છે. રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠાની(Five municipalities in the state) વિવિધ યોજનાઓના કામો માટે મંજૂર કર્યા છે.પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ(Approved for water supply works )ઉપલબ્ધિ થાય તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનાના કામોને મંજૂરી આપવામાં આવી છે.

CM Urban Development Plan:રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનામાંથી 40 કરોડ રૂપિયા પાણી પૂરવઠાના કામો માટે મંજૂર
CM Urban Development Plan:રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનામાંથી 40 કરોડ રૂપિયા પાણી પૂરવઠાના કામો માટે મંજૂર
author img

By

Published : Dec 30, 2021, 7:47 PM IST

અમદાવાદઃ રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં (Five municipalities in the state)સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના ( CM Urban Development Plan)માંથી 40 કરોડ રૂપિયા પાણી પૂરવઠાના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે.સૌરાષ્ટ્રના પાટડી-ધ્રોળ-બોટાદ નગરપાલિકાઓ અને આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર-સંતરામપૂર નગરપાલિકાની પાણી પૂરવઠા યોજનાના (Approved for water supply works )કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ થાય તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અન્વયે 40.44 કરોડ રૂપિયા પાંચ નગરપાલિકાઓને પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓના કામો માટે મંજૂર કર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા

ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકાને 7.58 કરોડ રૂપિયા, જામનગરની ધ્રોળ નગરપાલિકાને 8.37 કરોડ રૂપિયા, બોટાદને 11.58 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહિ, આદિજાતિ વિસ્તારની છોટાઉદેપૂર નગરપાલિકાને રૂ. 2.18 કરોડ તથા સંતરામપૂર નગરપાલિકાને રૂ. 10.56 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

પાણીની જરૂરિયાતોના અંદાજો ધ્યાનમાં લઇને આ દરખાસ્તો કરી

રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ નગરપાલિકાઓમાં આગામી 2051-52ની વસ્તીની પાણીની જરૂરિયાતોના અંદાજો ધ્યાનમાં લઇને આ દરખાસ્તો કરી હતી જેને મુખ્યમંત્રીશ્રીએ અનુમોદન આપ્યું છે. મુખ્યપ્રધાને જે નગરપાલિકાઓમાં આ કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે, તેમાં પાટડી નગરપાલિકામાં ગુજરાત પાણી પૂરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની યોજના મારફતે બજાણા હેડવર્કસથી પાણી પમ્પ કરીને મેઇન હેડવર્કસની 7 લાખ લીટરની વર્તમાન ટાંકીમાં પાણી ચડાવી શહેરને અપાશે.

વિકસીત વિસ્તારોમાં પીવાના પાણીના નેટવર્ક માટે

પાટડીમાં હાલ જે પાતાળકુવા અને સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી પાણી પુરૂં પાડવામાં આવે છે તેમાં આ યોજના પૂરક બનશે. ધ્રોળ નગરપાલિકામાં હયાત 250 મી.મી. ડાયાની પાઇપલાઇન 30 વર્ષથી વધારે સમયથી છે તેને બદલવા અને નવિન યોજના તૈયાર કરવા માટે રૂ. 8.37 કરોડ ફાળવવામાં આવ્યા છે. બોટાદ નગરપાલિકામાં નવા 3 ઝોનમાં વિકસીત વિસ્તારોમાં પીવાના પાણીના નેટવર્ક માટે 11.58 કરોડ રૂપિયાની રકમ મુખ્યપ્રધાને મંજૂર કરી છે. આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂરમાં દૈનિક ધોરણે તમામ વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે તેમજ સંતરામપૂરમાં તમામ પમ્પીંગ સ્ટેશનની મશીનરી બદલવાની કામગીરીના આયોજન માટે અનુક્રમે રૂ. 2.18 કરોડ તથા રૂ. 10.56 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Good Governance Week 2021:રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો

આ પણ વાંચોઃ PGVCL Swagat Application : સૌરાષ્ટ્રના વીજ ગ્રાહકો માટે નવી સેવા, QR Code થી બિલ ભરી શકાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.