મુખ્યપ્રધાન વિજય રૂપાણી સવારે 4.30 કલાકે ઉઝબેકિસ્તાન જવા રવાના થયા હતાં . તેમની સાથે 40 વ્યક્તિનું ડેલીગેશન ટિમ પણ સાથે છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસે પહોંચેલા પ્રતિનિધિ મંડળનું એન્ડિજાન હવાઈ મથક પર ભારતીય રાજદૂત સહિતના અગ્રણીઓ અને ઉઝબેકિસ્તાનના નાગરિકોએ સ્વાગત કર્યુ હતું.
ઉઝબેકિસ્તાનમાં CM રૂપાણીના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે, ત્યારબાદ ઉઝબેકિસ્તાનના ગવર્નર અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.