અમદાવાદ શહેરના આશ્રમ રોડ ખાતે 111 વર્ષ જૂની બહેરા-મૂંગાની શાળા આવેલી છે. જેની શરૂઆત મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. ગાંધીજીની 150મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગ રૂપે શાળામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન ઈશ્વર પરમાર, મેયર બીજલ પટેલ, સંસ્થાના ટ્રસ્ટી તથા મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મૂંગા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા તરછોડાયેલા અને પીડિત લોકો માટે કર્યો કરવામાં આવે છે. ગાંધીજી દ્વારા સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો. ઉપરાંત ખેડૂતો અંગે સીએમએ જણાવ્યું હતું કે, પાકવીમાં કંપનીઓ પાર સરકાર દ્વારા દબાણ કરવામાં આવશે. જેથી ખેડૂતોને જલ્દીથી સહાય મળે અને RTGS માટેની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.