ETV Bharat / state

મોરબી દુર્ઘટનાના મૃતકોને CM પટેલ સહિતના અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ, ટાઉન હૉલમાં યોજાઈ પ્રાર્થના સભા

મોરબીમાં ઝૂલતા પૂલના કારણે બનેલી દુર્ઘટનાના (Morbi Bridge Collapse) કારણે આજે રાજ્યવ્યાપી શોક જાહેર (Statewide mourning in Gujarat) કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ માટે ટાઉનહૉલ ખાતે (town hall ahmedabad ) પ્રાર્થના સભા યોજવામાં (Ahmedabad Municipal Corporation) આવી હતી.

મોરબી દુર્ઘટનાના મૃતકોને CM પટેલ સહિતના અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ, ટાઉન હૉલમાં યોજાઈ પ્રાર્થના સભા
મોરબી દુર્ઘટનાના મૃતકોને CM પટેલ સહિતના અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ, ટાઉન હૉલમાં યોજાઈ પ્રાર્થના સભા
author img

By

Published : Nov 2, 2022, 11:44 AM IST

અમદાવાદ મોરબીમાં ઝૂલતા પૂલની (Morbi Bridge Collapse) દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર રાજ્ય અને દેશને હચમચાવી નાખ્યું છે. ત્યારે સરકારે આજના દિવસે રાજ્યવ્યાપી શોક (Statewide mourning in Gujarat) જાહેર કર્યો છે. તેવામાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ટાઉનહૉલ ખાતે (town hall ahmedabad) AMC દ્વારા (Ahmedabad Municipal Corporation) પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પણ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ તેમજ તેમના પરિવારજનોને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે અમદાવાદ ખાતે આયોજિત શાંતિ પ્રાર્થનામાં જોડાઈને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.#Gujarat_with_Morbi pic.twitter.com/bTQmL3IfOD

    — CMO Gujarat (@CMOGuj) November 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રામધૂન કરવામાં આવી AMC (Ahmedabad Municipal Corporation) દ્વારા યોજવામાં આવેલી આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તે દરમિયાન ટાગોર હૉલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો.

દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના (Morbi Bridge Collapse) દિવંગતોના શોકમાં આજે (2 નવેમ્બરે) ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક (Statewide mourning in Gujarat) પાળવામાં આવ્યો છે. તેવામાં અમદાવાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમાર, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, કૉર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ સભાના અંતે 2 મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.