ETV Bharat / state

CM ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કરાવ્યો પ્રારંભ, અનેક દેશોના પતંગબાજોએ લીધો ભાગ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 (International Kite Festival 2023 in Ahmedabad) આગામી તારીખ 8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાયો છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું (Kite Festival) આયોજન કરવામાં આવે છે.

CM ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કરાવ્યો પ્રારંભ, અનેક દેશોના પતંગબાજોએ લીધો ભાગ
CM ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કરાવ્યો પ્રારંભ, અનેક દેશોના પતંગબાજોએ લીધો ભાગ
author img

By

Published : Jan 8, 2023, 3:20 PM IST

CM ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કરાવ્યો પ્રારંભ, અનેક દેશોના પતંગબાજોએ લીધો ભાગ

અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું (International Kite Festival 2023 in Ahmedabad) આયોજન કરવામાં આવ્યું છે. જેનું ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel inaugurated International Kite Festival) હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. બે વર્ષથી કોરોનાના કારણે પતંગ ઉત્સવનું આયોજન કરી શકાયું ન હતું. જોકે આ વખતે પતંગોત્સવમાં વિશ્વના 68 દેશોના 126 પતંગબાજો અને ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજો (Participated by many countries Kite fliers) આ કાઈટ ફેસ્ટિવલ 2023માં (Kite Festival 2023) ભાગ લીધો છે. ગુજરાતના મુખ્યપ્રધાને પતંગને હવામાં ઉડાડીને આ મહોત્સવને શરૂ કરાવ્યો હતો.

પતંગ મહોત્સવ 2023ની થીમ વસુદેવ કુટુંબકમ ઉપર આધારિત છે : મહત્વનું છે કે આ વર્ષનું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ વસુદેવ કુટુંબકમ (theme of Kite Festival Ahmedabad) ઉપર આધારિત છે. ગુજરાતના મુખ્યપ્રધાને આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને આપણા પરંપરાગત તહેવારો ઉત્સવોને જનભાગીદારી સાથે લોકપ્રિય ઉત્સવ તરીકે ઉજવવાની નવતર પરંપરા આપી છે. જેના પરિણામે બે દાયકા પહેલા ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર આઠથી દસ કરોડ રૂપિયાનો હતો તે દેશની કાઈટ ઇન્ડસ્ટ્રીનો 40 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે 625 કરોડ છે. લગભગ 1 લાખ 30 હજાર જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે.

ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજોએ ભાગ લીધો : રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાઈટ ફેસ્ટિવલમાં 68 દેશો જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, રશિયા, જર્મની, ગ્રીસ, ઇઝરાયેલ, ઇજિપ્ત, કોલમ્બિયા, ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, મેક્સિકો, સાઉથ આફ્રિકા લ, મલેશિયા, શ્રીલંકા, નેધરલેન્ડ, સ્વીઝરલેન્ડ, નેપાળ જેવા દેશો અને ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજોએ ભાગ લીધો છે. સાથે જ ગુજરાતના 660 થી વધારે પતંગબાજો અલગ અલગ જિલ્લાઓમાંથી આ પ્રસંગમાં જોડાયા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 : અમદાવાદ સહિત વડોદરા, વડનગર, સોમનાથ, રાજકોટ, ધોલેરા અને ઘોરડોમાં પણ પતંગ ઉત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવથી વિદેશી પ્રવાસીઓની ગુજરાતમાં સંખ્યા સતત વધી રહી છે. રિવરફ્રન્ટ પર યોજાયેલા કાઈટ ફેસ્ટિવલ કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ અલગ અલગ સ્ટોલ લગાવીને અનેક નાના વેપારીઓને પણ ધંધા રોજગાર વધે તેમ જ તેઓ પોતાની આવક અને રોજગારી મેળવી શકે તે પ્રકારનું આયોજન કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.