ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ - ગુજરાત સરકાર શપથવિધિ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે હવે આજે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે વિજયી થયેલા ધારાસભ્યોની એક બેઠક (BJP Winning Candidate Meeting at Kamalam) યોજાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની (BJP President CR Patil) અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક પછી તેઓ સરકાર રચવા માટે રાજ્યપાલને મળવા જઈ શકે છે.
અમદાવાદ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપે ઐતિહાસિક 156 બેઠક જીતી લીધી છે. ત્યારે હવે આગામી 12મી ડિસેમ્બરે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
CMની કરાશે નિમણૂક ત્યારે કમલમ્ ખાતે યોજાનારી ભાજપના ધારાસભ્ય દળની (BJP Winning Candidate Meeting at Kamalam) બેઠકમાં સત્તાવાર રીતે મુખ્યપ્રધાનની નિમણૂક કરવામાં આવશે. જ્યારે નવા પ્રધાનમંડળની રચનાના સંભવિત લોકોની પસંદગી પણ આજે જ કરવામાં આવશે.
કેન્દ્રમાંથી આપી જવાબદારી ભાજપ કમલમ ખાતે (Gujarat Election 2022) આજે સવારે મળશે. વાત કરવામાં આવે તો, ગુજરાતમાં સરકાર બનાવવા માટે કેન્દ્રિય ભાજપ દ્વારા પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાં કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરાપ્પા અને કેન્દ્રીય જનજાતિ કાર્યના પ્રધાન અર્જુન મુંડાને જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના અધ્યક્ષ સ્થાન હેઠળ ગુજરાતમાં ભાજપ સરકારની નવી સરકાર તૈયાર થશે. આમ, ગુજરાત ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે ત્રણ કેન્દ્રિય નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે.
બપોરે 2 કલાકે સીએમ રાજ્યપાલ સમક્ષ મુકશે પ્રસ્તાવ ભાજપ કમલમ્ ખાતે ધારાસભ્ય દળની (BJP Winning Candidate Meeting at Kamalam) બેઠક પૂર્ણ થયા બાદ બપોરે 2 વાગ્યાની આસપાસ રાજ્યપાલને મળીને ભાજપ પક્ષ નવી સરકાર રચવા માટેનો પ્રસ્તાવ મુકશે. આમ, આજે શનિવારે પ્રસ્તાવ મૂક્યા બાદ સોમવારના રોજ સચિવાલય ખાતે નવા પ્રધાનમંડળના સભ્યો સહિતના લોકો શપથગ્રહણ કરશે.
શપથ વિધીની કેવી છે તૈયારીઓ શપથવિધીની (Gujarat Govt Oath Ceremony) તૈયારીની વાત કરીએ તો, ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવી સરકારની શપથ વિધિ 12 ડિસેમ્બરે (સોમવાર) બપોરે 2 વાગ્યે શરૂ થશે. જ્યારે આ શપથ સમારોહમાં (Gujarat Govt Oath Ceremony) સચિવાલયના હેલીપેડ ખાતે ત્રણ જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવશે, જેમાં એક સ્ટેજમાં આમંત્રિત સાધુ સંતો, બીજા સ્ટેજમાં અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો અને કેન્દ્રના પ્રધાનો ઉપસ્થિત રહેશે. તો મુખ્ય સ્ટેજ ઉપર નવા મુખ્યપ્રધાન સહિતના નવા પ્રધાનમંડળના સભ્યો હાજર રહેશે. જ્યારે કુલ 4 જેટલી LED પણ તૈયાર કરવામાં આવી છે અને 1,500થી વધુ લોકો નવી સરકારના શપથ વિધિમાં હાજર રહેશે.
મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન જાહેર સ્ટેજ પરથી અનેક વખત ભુપેન્દ્ર પટેલ જ મુખ્યપ્રધાન તરીકે રહેશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે આજે સત્તાવાર રીતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન તરીકેના નામની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યપ્રધાનના ચહેરા ઉપરાંત ભાજપ નાયબ મુખ્યપ્રધાનની પણ નિમણૂંક કરી શકે છે.
CMએ આપ્યું હતું રાજીનામું આ પહેલા આજે કમલમ્ ખાતે ભાજપના વિજયી ધારાસભ્યોની એક (BJP Winning Candidate Meeting at Kamalam) બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની (BJP President CR Patil) અધ્યક્ષતામાં યોજાશે. ત્યારબાદ તેઓ સરકાર રચવા માટે રાજ્યપાલને મળવા જાય તેવી શક્યતા છે. જોકે, આ પહેલા ગઈકાલે મુખ્યપ્રધાન (CM Bhupendra Patel) સહિતના પ્રધાનમંડળે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું.