ETV Bharat / state

અમદાવાદના નાગરિકો સજાગ બન્યા, મોટાપાયે લોકો કરાવી રહ્યા છે કોરોના રેપીડ ટેસ્ટ - People in Ahmedabad are undergoing rapid tests of Corona

અમદાવાદમાં નાગરિકો કોરોના અંગે સજાગ બન્યા છે. પોતાની આસપાર કોરોના પોઝિટિવ કેસ આવતા હવે લોકો જાતે પોતાનો કોરોના રેપિડ ટેસ્ટ કરાવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના છેલ્લા આંકડા મુજબ કુલ 1,17,709 કેસો નોંધાયા છે. જેમાં 3259 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 34,237 કોરોનાના કેસ છે. જ્યારે 1769 લોકોના મોત થયા છે.

etv bharat
અમદાવાદમાં નાગરિકો સજાગ બન્યા, મોટાપાયે લોકો કરાવી રહ્યા છે કોરોના રેપીડ ટેસ્ટ
author img

By

Published : Sep 17, 2020, 7:10 PM IST

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારમાં કોરોનાનો રેપીડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અમુક વિસ્તારોમાં ઘણા બધા લોકો કોરોના પોઝિટિવ આવતા, તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે પોતાની આસપાસના લોકોને કોરોના સંક્રમિત જોતા નાગરિકો હવે વધુ સજાગ બન્યા છે અને પોતે પણ કોરોના પોઝિટિવ છે કે કેમ ? તેની ચકાસણી કરાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં રેપિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં મોટાપાયે નાગરિકો ટેસ્ટ કરાવવા પહોંચે છે. દરરોજના એક સેન્ટર ઉપર લગભગ 200 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી એવરેજ 16 લોકો પોઝિટિવ આવી રહ્યા છે. તેમને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં રીફર કરી આપવામાં આવે છે.

etv bharat
અમદાવાદમાં નાગરિકો સજાગ બન્યા, મોટાપાયે લોકો કરાવી રહ્યા છે કોરોના રેપીડ ટેસ્ટ
અમદાવાદના પાલડી, શાહીબાગ, અંકુર, અખબારનગર, IIM ચારરસ્તા વગેરે વિસ્તારમાં કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરાયા છે. જ્યાં સવારે 9 વાગ્યાથી જ સ્વૈચ્છીક રેપીડ ટેસ્ટિંગ શરુ થાય છે. જે બે શિફ્ટમાં સાંજના 4 વાગ્યા સુધી ચાલે છે અને ફક્ત 15થી 20 મિનિટમાં તેનું રીઝલ્ટ આવી જાય છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તે વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર ઉપર પણ રેપિડ ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. સાથે જ જરૂરી દવાઓ પણ અપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.