ETV Bharat / state

Pathan Movie Release: PM મોદી રાજ્ય ગુજરાતમાં જ પઠાણ ફિલ્મની રિલીઝ માટે સુરક્ષાની કરાઈ માંગ - Pathan movie release in Gujarat

પઠાણ ફિલ્મને ગુજરાતમાં રીલીઝ (Pathan movie release in Gujarat) નહી થવા દેવાની ધમકી બાદ ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર પાસે પોલીસ સુરક્ષાની માંગ (Cinema owners demand security for Pathan movie) કરવામાં આવી છે. મંગળવારે 17 જાન્યુઆરી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના તમામ નાના-મોટા નેતાઓને હાવભાવમાં સૂચનાઓ આપી હતી. બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના કોઈપણ નેતાનું નામ લીધા વિના કહ્યું કે, તેમણે ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચવું જોઈએ. PM મોદીએ મીટિંગમાં કહ્યું કે, આખો દિવસ કામ કર્યા પછી, કેટલાક નેતાઓ ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો આપે છે અને પછી દિવસભર ન્યૂઝ ચેનલો પર આ જ અભિપ્રાય ફેલાવવામાં આવે છે.

Pathan Movie Release: PM મોદી રાજ્ય ગુજરાતમાં જ પઠાણ ફિલ્મની રિલીઝ માટે સુરક્ષાની કરાઈ માંગ

author img

By

Published : Jan 18, 2023, 5:44 PM IST

Pathan Movie Release: PM મોદી રાજ્ય ગુજરાતમાં જ પઠાણ ફિલ્મની રિલીઝ માટે સુરક્ષાની કરાઈ માંગ

અમદાવાદ: પઠાણ ફિલ્મના બેશરમ ગીતમાં ભગવા રંગની બિકિનીને લઈને વિવાદ થયો હતો. આ વિવાદને લઈને પઠાણ ફિલ્મને થિયેટરમાં રીલીઝ નહી કરવા દેવાની ધમકી અપાઈ હતી. બજંરગદળના કેટલાક કાર્યકરોએ અમદાવાદના એક થિયેટરમાં જઈને પઠાણ ફિલ્મના પોસ્ટર પણ ફાડી નાંખીને તોફાન મચાવ્યું હતું. જો કે હવે પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: PM Modi on Boycot Bollywood: PM મોદીની BJP નેતાઓને સલાહ, ફિલ્મ પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચો

મલ્ટીપ્લેક્સ એસોસિએશને સરકારને કરી રજૂઆત: આ સંજોગોમાં ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશને ગાંધીનગર ગુજરાત સરકારમાં રજૂઆત કરી છે. અને પઠાણ મુવીની રીલીઝ સામે સુરક્ષા માંગી છે. હિન્દુ સંગઠન દ્વારા પઠાણ ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો છે. અને ધમકી પણ આપી હતી કે જો કોઈ થિયેટરમાં પઠાણ મુવી ચાલી તો તોડફોડ કરવામાં આવશે. આ ધમકીને પગલે થિયેટર અને મલ્ટીપ્લેક્સ એસોસિએશન દ્વારા ગૃહપ્રધાનને રજૂઆત કરાઈ છે.

સેન્સર બોર્ડે વાંધાજનર સીન કાપી નાંખ્યા છે: વાઈડ એંગલ મલ્ટીપ્લેક્સ ડાયરેક્ટર રાકેશભાઈ પટેલે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો છેલ્લા 20-25 દિવસથી પઠાણ ફિલ્મનો વિવાદ ચાલી રહ્યો છે અને ત્યાર પછી સેન્સર બોર્ડે તેમને બોલાવ્યા હતા. જે વાંધાજનક દ્રશ્યો હતા તે મુવીના ડાયરેક્ટરે કાપી નાંખ્યા છે. હવે મુવીનો વિરોધ કેમ કરી રહ્યા છે, તે ખબર નથી પડતી. સિનેમા અને માલિકોને શુ પ્રોબલેમ છે, તે ખબર નથી પડતી. મલ્ટીપ્લેક્સમાં પિક્ચર આવે અને પિક્ચર બનાવનારા પિક્ચર બનાવે. જે તે સંસ્થા વિરોધ કરી રહી છે. અત્યારે જાતજાતની સંસ્થાઓ મેદાનમાં આવી છે. આવી સંસ્થાઓનો વિરોધ મલ્ટિપ્લેક્સ પર કેમ? જ્યાં મુવી રીલીઝ થાય ત્યાં વિરોધ કરો તો બરોબર છે. સેન્સર બોર્ડ સંગઠનોની માંગ સ્વીકારી છે અને કેટલાક વાંધાજનક સીન કાપી પણ નાંખ્યા છે.

આ પણ વાંચો: Pathaan Marketing Strategy: 'પઠાણ'ની રિલીઝ પહેલા જાણો શું છે સ્ટારકાસ્ટ પર આ પ્રતિબંધ

ફિલ્મ જોયા પછી રીએક્શન આપજો: રાકેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, આ અંગે અમે વીતેલા સપ્તાહે સીએમ સાહેબ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીને મળ્યા હતા. અમે બન્નેને લેટર પણ આપ્યા હતા. રાજ્ય સરકારે અમોને ખાતરી આપી છે અને સરકારનું વલણ પોઝિટિવ હતું. રાજ્ય સરકારે થિયેટરની બહાર પોલીસ સુરક્ષા આપવાની ખાતરી આપી છે. તેમજ મારી વિનંતી છે કે એકવાર ફિલ્મ જૂઓ અને પછી તમે તમારુ રીએક્શન આપજો. મલ્ટીપ્લેક્સને નુકસાન ન થાય તે જોવાની જવાબદારી આપણી સૌની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.