21મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં ભુપેન્દ્ર ચુડાસમા તરફથી સિનિયર કાઉન્સિલરે મુદતની માંગણી કરી હતી જેનાથી નારાજ થયેલ હાઈકોર્ટે તેમને ખખડાવી નાખ્યા હતા. ભુપેન્દ્ર ચુડાસમાના વકીલે એફિડેવિટ રજુ કરાવા માટે સમયની માંગ કરી હતી. જેનાથી કોર્ટ નારાજ થઈ હતી. ત્યારે અરજદાર તરફથી પણ આ મુદે એવી રજુઆત કરાઈ હતી કે લેખિતમાં જવાબ રજુ ના કર્યો હોય તેઓ પુરાવો રજુ કરી શકે નહિ. વાંરવાર મુદત માંગવાની આદત અરજદાર પક્ષે નહિ પણ કોર્ટના પક્ષે પણ ગેરવાજબી ગણાય છે. મુદત માંગવા મુદે સતત અડધો કલાક દલીલ ચાલી હતી.
અરજદાર અશ્વિન રાઠોડનો આક્ષેપ છે કે આચારસંહિતા લાગુ થયા બાદ ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ કે જે રિર્ટનિંગ ઓફીસર બનવાપાત્ર હતા તેમ છતાં તેમને ગેરકાયદેસર રીતે હટાવી ધવલ જાનીની નિમણુંક કરવામાં આવી હતી. અશ્વિન રાઠોડનો બીજો આક્ષેપ છે કે, ચુંટણી પંચના નિયમો પ્રમાણે પહેલાં પોસ્ટલ બેલેટની મતગણતરી કર્યા બાદ ઈવીએમની મત-ગણતરી કરવામાં આવ્યા છે. જોકે ધોળકા વિધાનસભા બેઠકમાં નિયમનો ભંગ કરવામાં આવ્યો છે અને પાતળી માર્જિનનો અંતર જાણયા બાદ પોસ્ટલ બેલેટની મત-ગણતરી શરૂ કરવામાં આવી હતી.