રશિયા પ્રવાસે ગયેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી રશિયા ખાતે પહોંચી ગયા છે. જ્યાં CM વિજય રૂપાણીનું રશિયન ડેલિગેશન દ્નારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય પ્રવાસમાં વિકાસ માટેના MOU થશે.
રશિયા પ્રવાસે જનારા આ પ્રતિનિધિ મંડળમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવા રાજ્યના મુખ્યપ્રધાન પણ આ પ્રવાસમાં જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રશિયા પ્રવાસ દરમિયાન રશિયન પ્રેસિડેન્ટ પુતિન સાથે સાઇબેરિયામાં ઇન્ડિયા-રશિયાના વેપાર-ઊદ્યોગ જોડાણ માટે મંત્રણાઓ કરી હતી. તે સંદર્ભમાં દ્વી-ક્ષીય સંબંધોની વિકાસ સંભાવનાઓ અંગે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત આ પ્રવાસ દરમ્યાન B2B અને G2B મિટિંગ્સ પણ યોજાશે.
ગુજરાતના મુખ્યપ્રઘાન વિજયભાઈ રૂપાણીએ આ પ્રવાસમાં ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીૃ સેક્ટરના બે MOU સાઈન કર્યા હતાં. આ MOU અન્યવયે રશિયા યુકુટીયા રિજિયન-Yakutia Region અને ગુજરાત વચ્ચે સોર્સીસ ઓફ રફ ડાયમન્ડ માટેનો MOU થશે. આ પ્રવાસના પ્રથમ દિવસે ભારતીય ડેલિગેશન સાથે રશિયાના ડેપ્યુટી પ્રાઇમીનીસ્ટર અને રશિયન ફાર ઇર્સ્ટન ફેડરલ ડીસ્ટ્રીકટના પ્રેસિડેન્શિયલ એન્વોય યુરી તૂર્તનેવ-Yuri Trutnev વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની વિકાસ સંભાવનાઓ અંગે બેઠક યોજાશે.
રશિયન ફેડરેશના પ્રિર્મોસ્કી ક્રી – Primorsky Krai પ્રાંત અને ગુજરાત વચ્ચે થનાર MOU અંતર્ગત ગુજરાતના હીરા ઊદ્યોગ સંચાલકો દ્વારા પ્રિર્મોસ્કી ક્રી પ્રાંતમાં ડાયમન્ડ કટીંગ એન્ડ પ્રોસેસીંગ યુનિટની સ્થાપના માટેના MOU થશે. તેમજ ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે રશિયાના ડાયમન્ડ, ટીમ્બર, ઓઇલ એન્ડ ગેસ, એગ્રીકલ્ચર-ફૂડ પ્રોસીસીંગ, પ્રવાસન અને હેલ્થકેર તથા ફાર્મા સેકટરના વેપાર ઊદ્યોગ સંચાલકો-અધિકારીઓના સેકટરલ સેસન્સ પણ યોજવામાં આવશે