ETV Bharat / state

રાજ્યમાં આગની ઘટનાઓને લઈને મુખ્યપ્રધાને ફાયર સેફટીની નવી નીતિઓની જાહેરાત કરી - Online portal for fire safety application

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યિક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

Gandhinagar
મુખ્યપ્રધાન વિજય રૂપાણી
author img

By

Published : Dec 13, 2020, 10:16 PM IST

  • રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલ માટે સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો
  • રાજ્યમાં નવા ફાયર NOC પણ હવે ઓનલાઇન મળશે - લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુકિત
  • ફાયર સાયન્સના અભ્યાસ કરેલા યુવાનોને મોટાપાયે સ્વરોજગારીની તકો મળશે
  • ફાયર સેફટીની અરજી માટે ઓનલાઇન પોર્ટલ વિકસાવશે
  • આ નવી વ્યવસ્થાનો આગામી 26 જાન્યુઆરીથી રાજ્યમાં અમલ કરાશે

અમદાવાદ : મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યિક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ કામગીરીમાં ગતિ લાવવા સાથે રાજ્યમાં યુવા ઇજનેરોને સ્વતંત્ર રીતે ફાયરસેફટી ઓફિસર તરીકે સ્વરોજગાર આપવાની પહેલ કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારર્કીદી ઘડીને ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે.

રાજ્યમાં આગની ઘટનાઓને લઈને મુખ્યપ્રધાને ફાયર સેફટીની નવી નીતિઓની જાહેરાત કરી
સ્થાનિક તંત્ર પર ભારણ ઘટશે
સરકારના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. આ માટે ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-2013ની કલમ-12ની જોગવાઇ મુજબ કરવામાં આવશે.
ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર ઉભી થશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ નિર્ણયને પગલે રાજ્યમાં મોટા પ્રમાણમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર 6 મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી થશે. આવા મિલ્કત માલિકો, કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે. રાજ્યમાં નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રના ફાયર ઓફિસર ઉપરાંત હવે આવા ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર પણ ઉભી થશે.લોકોને પોતાના કામો માટે કોઇ પરવાનગી-મંજૂરી માટે કચેરીઓમાં જવું જ ન પડે અને ઘરે બેઠા ઓનલાઇન કામ થાય તેવી લેસ હ્યુમન ઇન્ટરફેસ-ફેઇસ લેશ સેવાઓ વિકસી રહી છે.ગુજરાતમાં ODPS ના સફળ અમલ પછી હવે દેશમાં વધુ એક નવતર ડગલું આપણે ભર્યું છે. ફાયર NOC લેવા માટે લોકોને કચેરીઓમાં જવુ જ ન પડે તે માટે પારદર્શીતા લાવવા ફાયર સેફટી કોપ-ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વિકસાવવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે. આ પોર્ટલ પર નવા ફાયર સેફટી NOC, રિન્યુઅલ, ઓનલાઇન પેમેન્ટ અને ફાયર સેફટી ઓફિસરની માહિતી સહિતની વિગતો સરળતાથી ઓન ફિંગર ટિપ મળતી થશે.
નવા બનેલા બિલ્ડીંગ્સ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ, NOC ત્રણ વર્ષ માટે માન્ય રહેશે, રેગ્યુલરાઇઝેશન બિલ્ડીંગના કિસ્સામાં બે વર્ષની મૂદત માટે FIRE NOC માન્ય
ઓનલાઇન ભરવાના ફોર્મ્સ, અરજી, પ્રમાણપત્રો બધું જ સામાન્ય માણસને પણ સમજાય અને તે પોતાની જાતે એપ્લાય કરી શકે તેવું સરળીકરણ કર્યુ છે. આવા જે પ્રમાણપત્રો-સર્ટિફિકેટ મેળવવાના છે. તેમાં નવા બિલ્ડીંગ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ -3 વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય રાખવામાં આવશે. ફાયર સેફટી ઓફિસરે દર 6 મહિને આગ અને સલામતીના ઉપાયોની આવા બિલ્ડીંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝીટ કર્યા પછી યોગ્યતા પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે. રાજ્ય સરકારે આ હેતુસર ફાયર સેફટી નિષ્ણાંતો, ટાઉન પ્લાનર્સ એન્જીનીર્યસની સલાહ લઇને વિવિધ પ્રકારના બિલડીંગ્સ માટે ફાયર સેફટી ઓફિસર માટેના વ્યાપક ચેકલીસ્ટ વિકસાવી 220 સ્ટાન્ડર્ડ ચેકલીસ્ટ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. માત્ર NOC આપીને બેસી રહેવાને બદલે ફાયર ઓફિસરો સમયાંતરે આવા મકાનોની સ્થળ તપાસ કરે, યોગ્યતા ચકાસશે.
બિલ્ડીંગની ડિઝાઇન-વિકાસ પરવાનગી વખતે જ ફાયર સેફટી પ્લાન મંજૂર કરાવવો પડશે, બી.યુ વખતે ફાયર સેફટી પ્રમાણપત્ર લેવું પડશે
પ્રાયવેટ યુવા ઇજનેરોને તથા અગ્નિસમન ક્ષેત્રનો અભ્યાસ કરેલા યુવાનોને ફાયર સેફટીની જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેકટીસ-ઇમ્પેનલ્ડ કરવાનો નિર્ણય 2 માસ પહેલાં કર્યો હતો. ફાયર સેફટીની શરૂઆત કોઇ પણ બિલ્ડીંગની ડીઝાઇનના તબક્કાથી જ થઇ જાય છે. ડેવલપરે બાંધકામની પરવાનગી વખતે જ ફાયર સેફટી પ્લાનની મંજૂરી લેવી પડશે. બાંધકામ પુરૂં થઇ જાય પછી ફાયર સેફટી પ્રમાણપત્ર ત્યાર બાદ અગ્નિશમન વ્યવસ્થા બધું ચકાસ્યા પછી જ ફાયર સેફટી સર્ટીફિકેટ રિન્યુઅલ થશે.બિલ્ડીંગના મૂળ પ્લાનમાં બતાવ્યા મુજબ સમગ્ર લાઇફ ટાઇમ દરમ્યાન આ ફાયર સિસ્ટમ અસરકારક સ્થિતીમાં રહે તે માટે સમયાંતરે ઇન્સ્પેકશન કરીને જ સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે. નાના-મોટા શહેરો, નગરો, ગામો બધે જ મોટા મકાનો-ઇમારતો બની ગયા છે. ત્યારે આવી ફાયર સેફટીનું સતત પરિક્ષણ થતું રહે તે આવશ્યક છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ફાયર કર્મીઓનું કામનું ભારણ ઓછું થાય અને નવા જોશ-જુસ્સાવાળા યુવા ઇજનેરો યુવાશકિતને વ્યવસાયની તક મળે તે માટે ખાનગી ફાયર સેફટી ઓફિસરોને કુશળ તાલીમ આપવાનો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે.
જુદા - જુદા દેશો અને રાજ્યોના અભ્યાસ દ્વારા ચેકલિસ્ટ બનાવાયું
ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ કોર્સ-તાલીમ અને ફાયર સેફટી સર્ટિફિકેટ વિશેની એક કોમ્પ્રીહેન્સીવ સિસ્ટમ ડેવલપ કરવાની જવાબદારી સોંપી હતી. GIDMના તનેજા અને તેમની ટીમે ફાયર સેફટી પ્રમાણપત્ર મંજૂરી, રિન્યુઅલ અને ટ્રેઇન્ડ હ્યુમન રિસોર્સીસ માટે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પારદર્શી, સરળ અને કાર્યક્ષમ રીતે આપવાનો એક અહેવાલ રાજ્ય સરકારને આપેલો છે. રાજ્ય સરકારે પણ આ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વરિષ્ઠ મંત્રીઓ, સંબંધિત અધિકારીઓ, ફાયર ઓફિસરોની શ્રેણીબદ્ધ મિટીંગો યોજીને અને GIDM એ પણ દિલ્હી, ગોવા, કેરળ, જેવા રાજ્યો, સિંગાપોર, યુ.કે ના દેશોની પ્રક્રિયા અને પદ્ધતિઓનો બારીકાઇથી અભ્યાસ કરીને રાજ્યમાં આ નવી પદ્ધતિ રાજ્યમાં આગામી 26 જાન્યુઆરી થી શરૂ થશે.
દર 3 વર્ષે ફાયર સેફટી ઓફિસેરે રિફ્રેસર કોર્ષ કરવો પડશે
રાજ્યમાં જે યુવાનોને ફાયર સર્વિસ ક્ષેત્રે પોતાની કારર્કિદી ઘડવી છે. તેવા હોનહાર ફાયર સેફટી ઓફિસરોને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીયુટ ફોર ફાયર સેફટી ટ્રેનિંગ દ્વારા અપાતી સઘન તાલીમ મેળવી યોગ્યતા પરીક્ષામાં ઉર્તિણ થઇને જ ફાયર સેફટી ઓફિસરો તરીકે ઇમ્પેનલ્ડ કરવામાં આવશે. આવી તાલીમ એકવાર લઇને ફાયર ઓફિસર તરીકે ઇમ્પેનલ્ડ થયા પછી દર 3 વર્ષ તેમને રિફ્રેશર તાલીમ પણ પસાર કરવી પડશે અને પોતાનું સ્કીલ-નોલેજ અપગ્રેડ કરતા રહેવું પડશે.
ફાયર સેફ્ટીની જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ઇમ્પેનલ્ડ કરી પ્રેકટિસની મંજૂરી અપાશે
બિલ્ડીંગ-મકાનોની કેટેગરી અનુસાર આ ફાયર સેફટી ઓફિસરોની તાલીમનું કલાસીફિકેશન પણ કર્યુ છે. જનરલ, એડવાન્સ અને સ્પેશ્યાલીસ્ટ એવી ત્રણ કેટેગરીમાં તેમને તાલીમ આપવામા આવશે. જનરલ કેટેગરીમાં જેમને તાલીમ લેવી હોય તેવા યુવાઓ માટે કોઇ અનુભવની જરૂરિયાત રહેશે નહિ. જે યુવા ઇજનેરોને ફાયર સેફટી અધિકારી તરીકેની એડવાન્સ તાલીમ લેવી હોય તેમના માટે 5 વર્ષનો અને વિશિષ્ટ-સ્પેશ્યાલિસ્ટ તાલીમ લેનારા માટે 5-10 વર્ષનો અનુભવનો ક્રાઇટેરીયા રાખવામાં આવ્યો છે. આવા તાલીમબદ્ધ યુવાનો ફાયર સેફટી ઓફિસરોને તેમના ગ્રેડ, અનુભવ અને યોગ્યતાના આધારે જવાબદારી સોપવામાં આવશે.
ફાયર સેફટી ઓફિસરો દરેક સંકૂલો-બિલ્ડીંગોની ફિલ્ડ વિઝીટ કરી સમયાંતરે ફાયર સેફટી સર્ટિફિકેટ રીન્યુ કરવાના રહેશે
FSO જે મકાનો-બિલ્ડીંગોનું ફાયર NOC રિન્યુ કરે તેની રેન્ડમ તપાસ ફાયર ઓફિસર કરીને એ સુનિશ્ચિત કરશે કે એ પ્રમાણપત્ર આપતા પહેલાં બધા જ સેફટી પેરામિટર ધ્યાનમાં લેવાયા છે કે નહી. જો એમાં કોઇ ચૂક થયેલી જણાશે તો ફાયર સેફટી ઓફિસર સાથો સાથ ઓનર બિલ્ડર, કબજેદાર સામે પેનલ્ટી-દંડનીય કાર્યવાહી પણ સરકાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.