ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 ધોળકા વિધાનસભા ચૂંટણીને પડકારતી રીટ મુદ્દે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાની જુબાની દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી મુદે માફી માંગતા કોર્ટે કહ્યું કે, તમે માફી માંગોએ કોર્ટ માટે જરૂરી નથી.
ચુડાસમા કોર્ટના અવલોકન બાદ ફરીવાર માફી માંગતા કોર્ટે કહ્યું કે, તમારે જે જવાબ આપવો હોય તે આપો એ તમારો અધિકાર છે, પરંતુ વારંવાર માફી ના માંગો. અશ્વિન રાઠોડે ગુજરાત હાઈકોર્ટમાં શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચુડાસમાની દાદને હાઇકોર્ટે ફગાવ્યા બાદ શિક્ષણપ્રધાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો લીધો હતો.
આ અંગે સોમવારે હાઈકોર્ટમાં દલીલ થઈ હતી. આ દરમિયાન શિક્ષણ અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી છે. શિક્ષણપ્રધાને પોતાની અરજીમાં કરાયેલી રજૂઆતો શરતચૂકથી થઈ હોવાનું કહી માફી માગી છે. તેમણે કહ્યું કે, ભૂલ બદલ હું દિલગીર છું, તો સામે કોર્ટે કહ્યું કે, આપ માફી માંગો એ કોર્ટ માટે જરૂરી નથી. ત્યાર બાદ તેમણે ફરી માફી મંગતા કોર્ટે કહ્યું તમારો અધિકાર છે. જે બાબતનો જવાબ ન આપવો હોય તો ના આપો પણ માફી ન માગો.
કોંગ્રેસી અરજદાર અશ્વિન રાઠોડ દ્વારા કોર્ટમાં જમા કરવામાં આવેલી સીડી કાયદાપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને બતાવવામાં આવી હતી. અરજદારના વકીલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રશ્ન કર્યો કે, EVMમાં તમને કેટલા મત મળ્યા તેનો જવાબમાં ચુડાસમાએ કહ્યું કે, 71500 મત મને મળ્યા જ્યારે 71,203 મત અશ્વિન રાઠોડને મળ્યા હોવાથી ખૂબ જ નાની માર્જિનથી મારો વિજય થયો હતો. ધોળકા વિધાનસભા બેઠકની મતગણતરી કેન્દ્ર પર શું થયું એ અંગે સવાલ કરતા થોડા સમયે કહ્યું કે, હું હાજર ન હોવાથી મને એ મુદ્દે ધ્યાન નથી, પરંતુ એજન્ટ દ્વારા જેટલી માહિતી આપવામાં આવી એ વિશે જાણો છું. અરજદારના વકીલ સવાલ કરતા હતા ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સવારની પહેલા જવાબ આપતા કોર્ટે કહ્યું કે, આ તમારો અવિવેક દર્શાવે છે. જવાબ આપવો તમારો અધિકાર છે, પરંતુ વચ્ચે બોલવું વિવેક દર્શાવે છે. હાઈકોર્ટમાં હાજર રહેલા ભૂપેન્દ્રસિંહને અરજદાર અશ્વિન રાઠોડના વકીલે સવાલ કર્યો હતો કે, હું તમને અગ્રેજીમાં સવાલ કરું કે, ગુજરાતીમાં? હું ગુજરાતીમાં જવાબ આપીશ. વકીલે પૂછ્યું કે, હાલ કયા ખાતા સાંભળો છો, જેના જવાબમાં ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, હું હાલ શિક્ષણ, કાયદો અને સંસદીય બાબતો સંભાળુ છું. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા હાઇકોર્ટની કામગીરી સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી રીટ કોર્ટે ફગાવી દેવાનું વલણ દાખવતા અરજદાર દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.
ધોળકા વિધાનસભા ચૂંટણી અધિકારી ધવલ ધવલ જાની દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવા અને દસ્તાવેજ બાદ ભુપેન્દ્ર ચુડાસમાએ સ્વેચ્છાએ કોર્ટમાં પોતાનો વલણ સ્પષ્ટ કરવા માટે પોતાના વકીલ નિરુપમ નાણાવટી જુબાની આપવા માટે અરજી કરી હતી. જેની સામે કોંગ્રેસી અરજદાર અશ્વિન રાઠોડના વકીલ પરશી કવિનાએ વાંધો ઉઠાવ્યો હતો. કવિના દલીલ કરી હતી કે, અગાઉ સાક્ષીનું લિસ્ટ કોર્ટમાં રજૂ થઇ ચૂક્યું હોવાથી પાછળથી નામ ઉમેરી શકાય નહીં. આ દલીલ ફગાવી કોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જુબાની આપવાની મંજૂરી આપી હતી.