વિશાલા પાસેથી વહેતી સાબરમતી નદીમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત કાળાપાણીમાંથી પણ બેરોજગાર યુવકો રોજગારી શોધી જ લે છે. તેઓ પાણીની વચ્ચે કેટલાક સમય સુધી ઉભા રહે છે. કેટલાક ધાર્મિક લોકો ગેરમાન્યતાઓના કારણે ઘરમાં રહેલી મૂર્તિઓ પાણીમાં પધરાવતા હોય છે.
બેરોજગાર યુવકો કાળા ગંદા નદીના વહેતા પાણીમાં કલાકો સુધી ઉભા રહી અને ઉપરથી નાખવામાં આવતી વસ્તુઓ કોથળીઓમાંથી કાઢી લે છે, અને તેમાંથી નીકળતી વસ્તુઓ વહેંચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ યુવાનો કલાકો સુધી રાસાયણિક કેમિકલ યુક્ત પાણીની વચ્ચે ઊભા રહીને મહિને 30,000 રૂપિયાની કમાણી કરે છે.