અમદાવાદઃ કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા શહેરમાં છેલ્લાં કેટલાક દિવસોથી અલગ અલગ જગ્યાઓએ સાઈટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. બહારના રાજ્યમાંથી રોજીરોટી કમાવવા અમદાવાદ આવતાં કામદારોમાં કોરોના જોવા મળ્યો છે. જેના લીધે શહેરમાં સંક્રમણ ન ફેલાય તે માટે મંગળવારથી જ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ખાસ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. જેના દ્વારા બહારથી ટ્રેન મારફતે આવતાં પ્રવાસીઓનું ફરજિયાત ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે ગોરખપુર એક્સપ્રેસમાંથી આવેલા 519 પ્રવાસીઓમાંથી ત્રણ પોઝિટિવ, રાજધાની ટ્રેનના 823 પ્રવાસીઓમાંથી 26 કેસ પોઝિટિવ તેમજ મુઝફ્ફરપુર ટ્રેનમાંથી આવેલા 530 પ્રવાસીઓમાંથી 4 કેસ પોઝિટિવ મળી આવેલા છે.
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓંનું ચેકિંગ, 31 કામદારો આવ્યા પોઝિટિવ - Ahmedabad Railway Stationman
અમદાવાદમાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતું અટકાવવા શહેરમાં અલગ અલગ જગ્યાઓએ સાઈટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ, કામદારોમાં કોરોના જોવા મળ્યો છે. જેથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ખાસ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં બહારથી આવતા લોકોની ટેસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.