ETV Bharat / state

Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ - ચરસ કેસ અમદાવાદ

શહેરમાં 31મી ડિસેમ્બરની પાર્ટીઓમાં(December 31st party in town) નશીલા પદાર્થોનો માહોલ જામતો હોય છે. આવી પાર્ટીઓમાં પેડલરો સક્રિય થતા હોય છે તેવામાં અમદાવાદ શહેરમાંથી કેટરર્સના માણસો તરીકે કામ કરવાની આડમાં યુવાધનને પાર્ટીઓમાં (Ahmedabad Drugs Peddlers) ચરસ આપનાર બે કાશ્મીરી યુવકોની (Arrest of two Kashmiri accused) સરખેજ પોલીસે ધરપકડ કરી છે.

Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

author img

By

Published : Dec 25, 2021, 2:05 PM IST

અમદાવાદઃ શહેરમાં 31મી ડિસેમ્બરની કેટલીક પાર્ટીઓમાં શરાબ, શબાબ અને કબાબનો માહોલ જામતો હોય છે. કેટલાય નબીરાઓ અને હાઈ પ્રોફાઈલ યુવતીઓ ડ્રગનો નશો કરતી હોય છે. ત્યારે કોરોનાના કારણે 31મી ડિસેમ્બરની પાર્ટીઓ (December 31st party in town) થશે કે નહીં થાય તે બાબત પર હજુ અસમંજસ છે. પણ આવી જ પાર્ટીઓમાં ડ્રગ આપનાર પેડલરો સક્રિય( Ahmedabad Drugs Peddlers)થઈ ગયા છે. કેટરર્સના માણસો તરીકે કામ કરવાની આડમાં યુવાધનને પાર્ટીઓમાં ચરસ આપનાર બે કાશ્મીરી યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા પણ થયા છે.

અમદાવાદ પોલીસ

મકરબા પાસેથી બે ચરસનો જથ્થો ઝડપાયો

સરખેજ પોલીસ સ્ટેશનના PI એસ જી દેસાઈ અને( Ahmedabad Sarkhej Police )તેમની ટીમને બાતમી મળી કે મકરબા પાસેથી બે લોકો ચરસનો જથ્થો ક્યાંક ડિલિવરીT(wo people were caught with a quantity of hashish ) કરવા જઈ રહ્યા છે. સરખેજ પોલીસની ટીમે અહીં વોચ ગોઠવી આરોપી ફારૂક અહમદ કોશી અને બિલાલ અહમદ પુશવાલની ધરપકડ કરી છે. આ બને શખશો મૂળ કાશ્મીરના છે, જેઓ મકરબાની એક સ્કૂલ પાસેથી ચરસનો જથ્થો લઈને નીકળવાના હોવાની બાતમી મળતા પોલીસે તે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દોઢ લાખનું 990 ગ્રામ કાશ્મીરી ચરસ મળી આવ્યું છે. જે બને કાશ્મીર થી જ લાવ્યા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ છ માસથી અમદાવાદમાં રહે છે

જયારે આરોપીઓ પોષ વિસ્તારમાં રહેતા યુવાનો કે યુવતીઓ કે જે નશાના બંધાણી હોય તેને સપલાય કરતા હતા. આરોપીઓ છ માસથી અહીં રહે છે. કોઈને નશાનો કારોબાર ચલાવતા હોવાની ગંધ ન આવે તે માટે તેઓ કેટરિંગનું કામ કરતા હતા.જે જે પાર્ટી પ્લોટમાં કામ કરે ત્યાં કોઈ આવો નશો કરવા વાળી વ્યક્તિ મળે તો તેને પણ આ ચરસ આપતા હોવાનું સામે આવ્યું છે. પણ મુખ્યત્વે તો એસજી હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં યોજાતી પાર્ટીઓમાં જ ચરસ આપ્યું હોવાનું સામે આવ્યું છે.

પાર્ટીઓમાં તેઓ સપ્લાય કરતા

હાલ આરોપીઓ કેટલામાં આ ચરસ લાવતા અને કેટલામાં વેચતા, સાથે કોને કોને આવો જથ્થો આપી ચુક્યા છે અને પોલીસે પકડ્યા ત્યારે કોને આપવા જતા હતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.બીજીતરફ જો આરોપીઓ ન પકડાયા હોત તો ફાર્મહાઉસમાં થતી 31મીની પાર્ટીઓમાં પણ તેઓ સપ્લાય કરી ચુક્યા હોવાનું નકારી શકાય નહીં. હાલ 31 મી પહેલા શહેર પોલીસ એક્ટિવ થઈ જ ગઈ છે તે આ કામગીરી પરથી કહેવું ખોટું નથી.

આ પણ વાંચોઃ Gram Panchayat Election Result 2021: રાજપીપલા ખાતે 160 સરપંચોનું BJP દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું

આ પણ વાંચોઃ GST Search Operation in Kanpur: અમદાવાદ GSTના અધિકારીઓનું કાનુપુરમાં સર્ચ ઓપરેશન, 150 કરોડ રોકડ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.