ધ ઇન્સટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ CAની વિવિધ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરતા હવે પરીક્ષાઓ 27 મે થી 12 જૂન દરમિયાન યોજાશે.
ફાઉન્ડેશન,ઇન્ટરમિડીયેટ તેમજ ફાયનલ CA કોર્સની પરીક્ષાઓ ચૂંટણી બાદ યોજાશે. ICAIએ ફેરફાર કરેલી પરીક્ષાની તારીખો CA ઇન્સટિટ્યૂટની સત્તાવાર વેબસાઇટ પર મૂકી છે. 5 જૂન બુધવારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોવાથી કોઈ પણ પરિક્ષા નહિ લેવાય.