- ગઠિયાઓએ મહિલા કોર્પોરેટરને પણ ન છોડી
- ધોળા દહાડે અમદાવાદ શહેરમાં ચેન સ્નેચિંગ
- શાહપુરના કાઉન્સિલર સાથે ચેન સ્નેચિંગ
અમદાવાદ : શહેરમાં ધોળા દિવસે કિંમતી વસ્તુ લુંટવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જેમા હવે ગઠીયાઓ બાઇક પર સવાર થઇને મહિલાઓનો અછોડો તોડી ભાગી જાય છે. ત્યારે હવે અમદાવાદમાં મનપાના કાઉન્સિલર પણ ચેઇન સ્નેચિંગની ઘટનાના શિકાર બન્યા છે. લુંટારુઓ મંદિર, બેંક આસપાસ, શોપિંગ મોલ તેમજ ભીડવાળી વિસ્તારો કે, જાહેર માર્ગો પર પસાર થતી મહિલાઓ કે વ્યક્તિને ચેન, પર્સ કે અન્ય કિંમતી વસ્તુ ઝૂંટવી નાસી છૂટતા હોય છે. ત્યારે અમદાવાદના મનપા કાઉન્સિલર મોના પ્રજાપતિ સાથે પણ ચેઈન સ્નેચિંગની ઘટના બની છે. બાઈક પર આવેલા બે શખ્સો મોના પ્રજાપતિની ચેન ઝૂંટવી ફરાર થયા હતા.
અમદાવાદમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બનતા ખળભળાટ કોર્પોરેટર કહો કે નગરસેવક કહો તે પણ બાકાત નથી રહ્યાશહેરમાં ચેન સ્નેચિંગના બનાવમાંથી હવે મ્યુનિસિપલ કાઉન્સિલર એટલે કે, શહેરના કોર્પોરેટર કહો કે, નગરસેવક કહો તે પણ બાકાત રહ્યા નથી. અમદાવાદના કોર્પોરેટર મોના પ્રજાપતિ પણ ધોળા દિવસે ચેન સ્નેચિંગનો ભોગ બન્યા છે. અમદાવાદમાં ચેન સ્નેચિંગ ચોરીના બનાવ જોતા લાગે છે કે, શહેરમાં જાણે આ નવો કારોબાર બની ગયો છે. ચેન સ્નેચિંગનો ગુનો ખાસ ગંભીર ગણાતો નથી. આ પ્રકારના ગુનાઓનું સતત વધી રહેલું પ્રમાણ ચિંતાજનક છે. જો શહેરના કોર્પોરેટર સાથે આવું થઈ શકતું હોય તો પછી સામાન્ય શહેરીએ તો હવે કઈ રીતે રહેવુ તે સમજી જવું પડશે. ચેન સ્નેચિંગમાં તે તેમનું વાહન લઈ પડી ગયા પણ તેમને ખાસ ઇજા ન થઈ, અગાઉ આવા એક કે, બે કેસમાં જેની ચેઇન ખેંચાઈ તેના જીવ ગયાના બનાવ પણ બન્યા છે.
બાઈક પર આવેલા શખ્સો ચેઇન ઝૂંટવી ફરારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર મોના પ્રજાપતિએ પહેરેલ સોનાનો ચેન બાઈક પર આવેલા શખ્સો ઝૂંટવી ફરાર થયા હતા. આ બનાવ નારણપુરા ચાર રસ્તા પાસે બન્યો હતો. મ્યુકાઉન્સિલર મોનાબેન એક્ટિવા પર જઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલા બાઇકસવારે ચેન સ્નેચિંગ કરી ફરાર થયા હતા.આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળની આસપાસના તમામ CCTV કેમેરા તપાસ કરી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચેઇન સ્નેચિંગના ગુન્હામાં શું છે સજાની જોગવાઈઆવા ગુનાઓને ડામવા માટે રાજ્ય સરકારે સખત કાયદો બનાવ્યો છે. જેમા ચેન સ્નેચિંગ સહિતની વસ્તુ ચોરનારને 7 વર્ષની જેલ અને 25 હજારનો દંડ થાય છે. ચેન સ્નેચિંગના પ્રયાસથી સામે વાળી વ્યક્તિને ઈજા કે, ઈજાનો ભય પેદા કરે તો વધુ 3 વર્ષની સખત કેદની સજા થશે.