- ACBએ CGSTના ઉચ્ચ અધિકારીઓને લાંચ લેતા ઝડપાયા
- 5 લાખની માંગી હતી લાંચ
- 1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા
અમદાવાદ : ભ્રષ્ટાચારના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં પ્રકાશ યશવંત રસાણીયા વર્ગ-2, સુપ્રિટેન્ડન્ટ CGST ઓફિસ, ડિવિઝન-6, સેટેલાઇટ અને નિતુસિંહ અનિલ ત્રિપાઠી વર્ગ-1 જોઈન્ટ કમિશ્નર CGST ઓફિસ ખાતે ફરજ બજાવે છે. ફરિયાદીએ ACBનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, હું રિટેઇલ ફર્નિશિંગનું કામ કરૂ છે. જેમાં તેમને માલ ઇમ્પોર્ટ કરીને મંગાવે છે.
આ પણ વાંચો : જેલ સહાયક લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
બે અધિકારીઓ દ્વારા લાંચ માંગવામાં આવી
ઇમ્પોર્ટ કરેલા માલ સામે લેવાની થતી ઇમ્પોર્ટ ઉપરની ટેક્ષ ક્રેડિટ તેને ચૂકવવાના થતાં જી.એસ.ટી સામે મજરે લેવા બાબતે સીજીએસટી વિભાગના બે અધિકારીઓ દ્વારા લાંચ માંગવામાં આવી રહી છે. પહેલા તેમણે 5 લાખની લાંચ માંગી હતી, પરંતુ આખરે 1.50 લાખ આપવાના નક્કી કર્યા હતા. જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, ACBએ પ્રકાશ યશવંતભાઇ રસાણીયા વર્ગ-2, સુપ્રિટેન્ડન્ટ CGST ઓફિસ, ડિવિઝન-6, સેટેલાઇટ અને નિતુસિંહ અનિલ ત્રિપાઠી વર્ગ-1 જોઈન્ટ કમિશ્નર CGST ઓફિસ, ડિવિઝન-6, સેટેલાઇટ, અમદાવાદને 1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલનું બિલ મંજૂર કરાવવા લાંચ માગવાનો મામલો
ફરિયાદીએ ACBનો સંપર્ક સાધ્યો
ફરિયાદીએ રકમ આપવી ન હતી, જેને પગલે તેણે ACBનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીની ફરિયાદ મળતા ACB દ્વારા છટકું ગોઠવી દેવામાં આવ્યું, ત્યારે બન્ને અધિકારી દ્વારા એકબીજાના મેળાપીપણમાં ફરિયાદી પાસેથી પ્રકાશ રસાણીયા મારફતે લાંચની રકમ લેવડાવી હતી, જ્યારે જોઈન્ટ કમિશ્નર નિતુસિંહે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસે લાંચ લેતા રંગેહાથે પકડાઇ ગયા હતા. આ મામલે ઉપરોક્ત આરોપીઓને ACB ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.