અમદાવાદ: દુનીયામાં ફરી એક વાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. ભારતમાં આગમચેતીના (gujarat corona )ભાગ સ્વરુપે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આજે ઊચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. કોરોનાની સ્થિતિ જોતા આજે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ(health minister manshukh mandaviya ) રાહુલ ગાંઘી અને CM ગેહલોતને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈન્સનુ ચુસ્તપણે પાલન કરવા વિંનતી કરી છે. તથા તેમણે એમ પણ કહ્યું છે કે જો સ્થિતી સંભાળી શકાય એમ ન હોય તો યાત્રાને સ્થગીત કરવી ઉચીત રહેશે. ત્યારે આવો જાણીએ ગુજરાતમાં હાલ કોરોનાની શું સ્થિતિ છે.
આ પણ વાંચો: વિશ્વમાં કોરોનાના કેસ વઘતા ગુજરાત સરકાર એલર્ટ, આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક
કેટલા કેસો નોંધાયા?: ગુજરાતમાં કાલે એટલે કે 20-12-2022ના રોજ 2 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમા કોરોનાના કુલ 12,77,515 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 11,043 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમા કોરોનાથી 12,66,452 લોકો સાજા થઈ ગયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 4,46,76,330 લોકો કોરોનાના ઝપેટમાં આવી ગયા છે. જેમાં 5,30,680 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હજૂ પણ કોરોનાના રોજના 1200 નવા કેસ સામે આવે છે અને વિશ્વમાં અઠવાડિયાના 35 લાખ નવા કેસ નોંધાય છે.
સાવચેતી છે જરુરી: જોઈએ તો કોરોનાની સ્થિતિ ગુજરાતમાં સંપુર્ણ રીતે કાબુમાં છે તેમ લાગી રહ્યું છે, (covid 19 update )પરંતુ જે રીતે કોરોનાના કેસો દુનીયામાં દિવસે ને દિવસે વધતા જાય છે તેને જોતા ગુજરાતને પણ સાવચેત રહેવાની જરુર છે.