સિનિયર ન્યુરોસર્જન ડો. સત્યજિત દીક્ષિત આ અંગે જણાવ્યુ કે, વાહનો અને રસ્તાની બગડેલી હાલતથી ડ્રાઇવિંગમાં મુશ્કેલી સર્જાય છે અને અકસ્માત થાય છે અને તેને કારણે માથામાં ગંભીર ઇજા થવાના કેસમાં વધારો થયો છે. આ માથામાં થતી ઇજાને વિકલાંગતા તરફ લોકોને દોરી જાય છે અને ક્યારેક તેને મોતના મુખમાં પણ લઈ જતી હોય છે. આ પ્રકારના અકસ્માત 20થી 40 વર્ષની ઉંમરમાં વધારે જોવા મળે છે.
સિનિયર ન્યુરોસર્જન ડોક્ટર હર્ષિલ શાહે જણાવ્યું કે, થોડા વર્ષ પહેલાં મગજમાં થતી ગાંઠની સારવાર થતી નહીં. તેવું માનવામાં આવતું હતું જેના માટે જૂની પુરાણી નિદાન પદ્ધતિ અને ઉચ્ચાર સાથે જવાબદાર હતાં. શેલ્બી હોસ્પિટલમાં નવા ઉપકરણો હોવાથી તેનો ઉપાય કરી શકાય છે.