ETV Bharat / state

ભગવાન કૃષ્ણનો હિંડોળા ઉત્સવ, જાણો શું છે મહત્વ - શ્રાવણ મહિનો

અમદાવાદઃ પ્રતિ વર્ષ અષાઢ-શ્રાવણ માસની વરસાદી મૌસમમાં હિંડોળાનો ઉસ્તવ ઉજવવામાં આવે છે. અષાઢ વદ બીજથી શ્રાવણ મહિનાની બીજ સુધી મંદિરોમાં સંતો અને ભક્તો વિવિધ થીમ પર કલાયુક્ત હિંડોળા બનાવે છે અને ઠાકોરજીને શણગારે છે અને આરતી બાદ હિંડોળામાં ઝૂલાવવાની પ્રથા છે.

ભગવાન કૃષ્ણનો હિંડોળા ઉત્સવ, જાણો શું છે મહત્વ
author img

By

Published : Jul 31, 2019, 5:34 PM IST

ચાતુર્માસમાં ભગવાનના હિંડોળાનો ખૂબ જ મહિમા છે. ભગવાન કૃષ્ણને હેતથી ઝુલાવવાનો અવસર એટલે હિંડોળા. આજથી ૫૦૦૦ વર્ષ પહેલા જે પરંપરા વ્રજમાં શ્રીકૃષ્ણ ભગવાને શરુ કરી હતી, તે દિવ્ય હિંડોળા ઉત્સવની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયો આજે પણ ઉજવાય છે. ભગવાનને રીઝાવવા અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. જેમ કે, વિવિધ શાકભાજીઓનો શણગાર, ફળ-ફળાદિનો શણગાર, સુકામેવાનો શણગાર, મીનાકારી, કઠોળ, મોરપીંછ, હીર, રાંકડી, સોનાના દાગીના વગેરેથી આકર્ષિત શણગાર સજાવવામાં આવે છે. સાંજના સમયે સૌ એકઠા થઇ ભજન-કિર્તન કરી હિંડોળાના પદોનું ગાન કરે છે, ત્યાર બાદ પ્રભુની આરતી કરવામાં આવે છે અને અંતે ભગવાનને થાળ ધરવામાં આવે છે.

વૈષ્ણવી પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓની સાથે રાસલીલા કરી હતી, તેની સ્મૃતિઓની યાદ રૂપે ભગવાનને ઝુલાવવામાં આવે છે. ખુબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો હિંડોળાનો લાભ લે છે અને હિંડોળે ઝુલતા ભગવાનના દર્શન કરીને ધન્ચતા અનુભવે છે.

ભગવાન કૃષ્ણનો હિંડોળા ઉત્સવ, જાણો શું છે મહત્વ

દરેક હવેલીમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે અને ભાવિ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના અલગ-અલગ અવતારના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

Intro:નોંધ: વિઝ્યુઅલ અને બાઈટ એડિટ કરીને એફટીપી કર્યા છે. આ સ્પેશ્યિલ વિડિયો પેકેજ સ્ટોરી છે...

અમદાવાદ- પ્રતિવર્ષ અષાઢ-શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. અષાઢ વદ બીજથી શ્રાવણ મહિનાની બીજ સુધી મંદિરોમાં સંતો-ભક્તો વિવિધ થીમ આધારિત કલાયુક્ત હિંડોળા બનાવે છે. ઠાકોરજીને હિંડોળામાં પધરાવી આરતી બાદ હિંડોળામાં ઝુલાવે છે. ચાર્તુમાસમાં ભગવાનના હિંડોળાનો ખૂબ જ મહિમા છે. મંદિરોમાં ભગવાનને લાડ લડાવવા વિવિધ હિંડોળા શણગાર કરવામાં આવે છે. ત્યારે આવો આપણે પણ નિહાળીયે વિવિધ હિંડોળા...Body:
ભગવાન કૃષ્ણને હેતથી ઝૂલવાનો અવસર એટલે હિંડોળા. આજથી ૫૦૦૦ વર્ષ પહેલા જે પરંપરા વ્રજમાં શ્રીકૃષ્ણ ભગવાને શરુ કરી હતી, તે દિવ્ય હિંડોળા ઉત્સવની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયો આજે પણ ઉજવાય છે. ભગવાન માટે મંદિરોમાં દરરોજ અલગઅલગ થીમ બેઈઝ હિંડોળાને શણગાર કરવામાં આવે છે.

ભગવાનને રીઝવવા માટે ભક્તો વિવિધ પ્રકારના હિંડોળા શણગારે છે. ફૂલો, સુકામેવા, મીનાકારી, કઠોળ, મોરપીંછ, હીર, રાંકડી, સોનાના દાગીના વગેરેથી હિંડોળાને શણગારવામાં આવે છે. સાંજના સમયે સૌ ભેગા મળી ભજન કીર્તન કરી હિંડોળાના પદોનું ગાન કરે છે, ત્યારબાદ પ્રભુની આરતી કરવામાં આવે છે અને ભગવાનને થાળ ધરવામાં આવે છે. ખુબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો હિંડોળાનો લાભ લે છે.

વૈષ્ણવી પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓની સાથે રાસ રમીને લીલા કરી હતી, તેની સ્મૃતિઓની યાદ રૂપે ભગવાનને ઝુલાવવામાં આવે છે. ખુબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો હિંડોળાનો લાભ લે છે. અને હિંડોળે ઝુલતા ભગવાનના દર્શન કરીને ધન્ચતા અનુભવે છે.

Conclusion:હિંડોળા ઉત્સવ એ ઠાકોરજીને પ્રેમના હિંડોળે ઝૂલવાનો ઉત્સવ છે અને અષાઢ વદ બીજથી શ્રાવણ મહિનાની બીજ સુધી ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં વિવિધ મંદિરોમાં ભક્તો ભક્તિભાવથી આ ઉત્સવમાં જોડાય છે અને પવિત્ર પર્વનો આનંદ ઉઠાવી ધન્યતા પ્રાપ્ત કરે છે. હિંડોળા ઉત્સવના દર્શન કરવા માટે વૈષ્ણવ અને સ્વીમીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. હિંડોળાના ઓવારણા લઈને ભાવિક ભક્તો આનંદિત થઈ ઉઠે છે.
કેમેરામેન મુકેશ ડોડીયા સાથે સ્મિત ચૌહાણનો રિપોર્ટ,
ઈટીવી ભારત... અમદાવાદ...

byte 1 રંજનબેન, શ્રદ્ધાળુ, કલ્યાણપુષ્ટિ હવેલી, અમદાવાદ
byte 2 માયાબેન દેસાઈ, શ્રદ્ધાળુ, કલ્યાણપુષ્ટિ હવેલી, અમદાવાદ
byte-3 નિખિલ પંડ્યા, મુખ્યાજી, ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.