ગણપતિ બપ્પા મૌરયાના નાંદ સાથે ભક્તો અનેરા ઉત્સાહ સાથે મૂર્તિની ખરીદી કરી પોતાના ઘર અથવા સોસયાટીમાં બિરાજમાન કરે છે. હવે 10 દિવસ ભગવાનને બિરાજમાન કરી પોતાના દુખ દુર થાય તેવી આશા સાથે સાંજે ખાસ પ્રકારની આરતી સાથે પુજા કરવામાં આવશે. POP અને માટીની મૂર્તિ મોટા પ્રમાણમાં ખરીદવામાં આવે છે. ખરીદનારને જ્યારે પુછવામાં આવ્યું કે, POPથી પર્યાવરણને નુકસાન થાય છે. કેમ ખરીદો છો એ મુદ્દે લોકોએ કહ્યું કે, અમે મૂર્તિને નદીમાં પધરાવતા નથી. માટીની મૂર્તિ ખરીદવાના પ્રમાણમાં પણ સહજ વધારો જોવાઈ રહ્યો છે.
શ્રાદ્ધાળુ અનેરા ઉત્સાહ અને ઢોળ સાથે મૂર્તિ ખરીદી રહ્યાં છે. મોટી ગાડી અને ટ્રકમાં ભગવાન ગણેશની મૂર્તિને લઈ જવામાં આવે છે. એટલું જ નહિ નાની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. કામ કરતા અને મૂર્તિ બનાવનાર કારીગરોએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિઓનું ગુજરાત જ નહિ પરતું મહારાષ્ટ્ર, મધ્ય-પ્રદેશ, કર્ણાટકમાં પણ ભારે માંગ છે. તેમનું વાર્ષિક ગુજરાન મૂર્તિઓ બનાવવાથી થતું હોવાની પણ કબુલાત કરી હતી. આ વર્ષે વેંચાણના ટ્રેન્ડ વિશે વાત કરતા શિલ્પિકારે જણાવ્યું કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂર્તિ બનાવવા માટે યોગ્ય જગ્યા ન ફાળવતા તેમના ધંધાને ભારે નુકસાન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, સંકટ મોચક આવતા વર્ષે તેમને મદદ કરશે તેવી આશા વ્યકત કરી હતી.