ETV Bharat / state

Gauravvanta Gujarati Awards : અમદાવાદના આંગણે જામ્યું "જમાલ કુડુ", બોબી દેઓલ સહિતના કલાકારોનો જમાવડો

અમદાવાદ ખાતે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2024 ના ભવ્ય આયોજનમાં અભિનેતા બોબી દેઓલ અને અભિનેત્રી અમિષા પટેલ સહિત દિગ્ગજ કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિવિધ ક્ષેત્રે દેશ-વિદેશમાં ગુજરાતને ગૌરવ અપાવનાર વ્યક્તિઓનું ગૌરવવંતા ગુજરાતી એવોર્ડથી સન્માન કરવામાં આવે છે.

Gauravvanta Gujarati Awards
Gauravvanta Gujarati Awards
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 9, 2024, 3:34 PM IST

અમદાવાદ : ગુજરાત અને ગુજરાતી જ્યાં વસે ગુજરાતનો ડંકો વાગે જ. દેશ હોય કે વિદેશ ગુજરાતના લોકો આજે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગ્રીષ્મા અને અત્રીસ ત્રિવેદી દ્વારા 16 માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરતા કલાકારોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

લોર્ડ બોબીનો ક્રેઝ : ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2024 કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ અને અભિનેત્રી અમિષા પટેલ રહ્યા હતા. જેમની એક ઝલક જોવા માટે યુવાનો-યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બોબી દેઓલે અનિમલ ફિલ્મના "જમાલ કુડુ" ગીત પર ડાન્સ કરતા ઉપસ્થિત લોકો ઝૂમી ઉઠ્યા હતા. તેમજ તેમની સાથે એક સેલ્ફી પડાવવા પડાપડી કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા રાસ અને અન્ય કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

હસ્તીઓનો જમાવડો : આ કાર્યક્રમ નિમિત્તે પ્રખ્યાત ફિલ્મ મેકર અનીસ બાઝમી, ડાયરેક્ટર મિલાપ ઝવેરી, મોડેલ અને એક્ટ્રેસ રિયા સુબોધ, શ્રીનું પરિલ, અભિનેતા ફિરોઝ ઈરાની, હર્ષ લીમ્બાચીયા, વિશાલ રાઠવા તેમજ પ્રખ્યાત ગાયક ઇસ્માઇલ દરબાર, ઉમેશ શુકલા, હાસ્ય કલાકાર ધારશી બરડીયા અને નેશનલ એવોર્ડ વિજેતા વરુણ બુદ્ધદેવ, ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અમુક દિગ્ગજો યુથ આઇકોન ગણાતા જય શાહ, મનોજ જોશી, સરમન જોશી, સુપ્રિયા પાઠક અને અન્ય કલાકારો સંજોગોવશાત ઉપસ્થિત રહી શક્યા નહોતા.

  1. Ahmedabad National Book Fair: CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર ખુલ્લો મુક્યો
  2. Happy New Year 2024: અમદાવાદમાં મધરાતે દિવસ ઉગ્યો, નવા વર્ષ 2024ની ઉમળકાભેર ઉજવણી કરતા અમદાવાદીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.