અમદાવાદઃ જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને ગ્રામ પંચાયતોમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં છબી મૂકવાના અભિયાનના ભાગરૂપે દલિત અધિકાર મંચ દ્વારા થુલેટા ગામે પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં છબી મૂકી 103 માં ઐતિહાસિક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સફળ સંચાલન હરીભાઇ મકવાણા અને બળદેવભાઈ મકવાણા, નાનજીભાઈ સેનવા, ભરતભાઈ સેનવા, મુકેશભાઈ સેનવા દ્વારા કરવામાં આવ્યું હતું.
દલિત અધિકાર મંચના સંયોજક કિરીટભાઇ રાઠોડ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકર દ્વારા દેશનું સંવિધાન લખ્યું તેની વિસ્તૃત રજૂઆત કરી હતી.