શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટી બહાર ભાજપના નેતા કિશનસિંહ સોલંકીએ ગાડી પાર્ક કરી હતી. ગાડી સોસાયટીના દરવાજા પાસે નડતરરૂપ રીતે પાર્ક કરી હોવાથી સોસાયટીના ચોકીદારે આ અંગે ગાડી આગળ મુકવા જણાવ્યું હતું. ત્યાર બાદ ગાડીના ડ્રાઈવર અને ભાજપના નેતા કિશનસિંહ બહાર આવ્યા હતા અને ચોકીદાર સાથે મારામારી કરી હતી. આ દરમિયાન બહારથી અન્ય એક શખ્સ એક્ટિવ પર આવ્યો હતો, જે કિશનસિંહનો સાગરીત હતો અને તેને પણ ચોકીદારને માર્યો હતો. સોસાયટીના ચેરમેન ચોકીદારને છોડાવવા આવ્યા હતા ત્યારે કિશનસિંહે તેમની સાથે પણ મારામારી કરી હતી. પોલીસે CCTV ફૂટેજ અને ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
ભાજપના નેતાની દાદાગીરી, ચોકીદાર સાથે મારામારીના CCTV ફૂટેજ સામે આવ્યા - fight with watchman
અમદાવાદ: અમદાવાદમાં ભાજપના એક નેતાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના દરવાજા પાસે ભાજપના નેતાએ ગાડી પાર્ક કરી હતી. જે મામલે ચોકીદાર સાથે ભાજપના નેતા કિશનસિંહની માથાકૂટ થઈ હતી. મામલો ઉગ્ર થતા કિશનસિંહે ચોકીદાર અને સોસાયટીના ચેરમેન સાથે મારામારી કરી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટી બહાર ભાજપના નેતા કિશનસિંહ સોલંકીએ ગાડી પાર્ક કરી હતી. ગાડી સોસાયટીના દરવાજા પાસે નડતરરૂપ રીતે પાર્ક કરી હોવાથી સોસાયટીના ચોકીદારે આ અંગે ગાડી આગળ મુકવા જણાવ્યું હતું. ત્યાર બાદ ગાડીના ડ્રાઈવર અને ભાજપના નેતા કિશનસિંહ બહાર આવ્યા હતા અને ચોકીદાર સાથે મારામારી કરી હતી. આ દરમિયાન બહારથી અન્ય એક શખ્સ એક્ટિવ પર આવ્યો હતો, જે કિશનસિંહનો સાગરીત હતો અને તેને પણ ચોકીદારને માર્યો હતો. સોસાયટીના ચેરમેન ચોકીદારને છોડાવવા આવ્યા હતા ત્યારે કિશનસિંહે તેમની સાથે પણ મારામારી કરી હતી. પોલીસે CCTV ફૂટેજ અને ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
મારામારી દરમિયાન કિશનસિંહે ચોકીદારને એવું પણ કહ્યું હતું કે તું યુ.પી.નો છે અને અહીંયા નોકરી કરે છે તો મારી ગાડી હટાવવાનું નહીં કહેવાનું અને ચેરમનને પણ ધમકી આપી હતી કે તે ભાજપના હોદ્દેદાર છે તેથી કોઈ તેમનું કઈ બગડી નહીં શકે.આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે હાલ સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.Conclusion: