ETV Bharat / state

Ahmedabad Crime: સિંધુભવન રોડ પર કાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કરનારો ઝડપાયો, 5 ફરાર

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી શંકાસ્પદ કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે કારને થોડી ધીમી કરીને તરત જ પોલીસ પર જીવલેણ હુમલો કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ મામલે પોલીસે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

Ahmedabad Crime: સિંધુભવન રોડ પર કાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કરનારો ઝડપાયો, 5 ફરાર
Ahmedabad Crime: સિંધુભવન રોડ પર કાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કરનારો ઝડપાયો, 5 ફરાર
author img

By

Published : Mar 9, 2023, 5:23 PM IST

પોલીસની ગાડીને ટક્કર મારી શખ્સો ફરાર

અમદાવાદઃ શહેરના સિંધુભવન રોડ ઉપર યુવકોએ પોલીસ પર ગાડી ચઢાવી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ તેઓ ફરાર થઈ જતાં સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે 6 શખ્સો સામે હત્યાના પ્રયાસ અને સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ તેમ જ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી એક યુવકની ધરપકડ કરી છે. જ્યારે 5 વોન્ટેડ આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Rajkot Crime : નેપાળી યુવાનને માતાજી આવ્યા કહ્યું બધાને મારી નાખ, પરિવાર પર હુમલો કરતા પુત્રીનું મૃત્યુ

પોલીસે કાર ઊભી રાખતા ચાલકે કરી હોંશિયારીઃ હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે શહેર પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આવામાં સિંધુભવન રોડ ઉપર બોડકદેવ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન 11:30 વાગ્યાની આસપાસ રાજપથ ક્લબની પાછળ એક ગલીમાં એક શંકાસ્પદ વર્ના કાર દેખાઈ હતી. ત્યારે પોલીસે આ કારને સાઈડમાં ઊભા રહેવાનું કહેતા કારચાલકે સામાન્ય ધીમી કરી હતી. ત્યારબાદ પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં કારચાલકે કારને સ્પીડમાં ચલાવી પોલીસકર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ને ત્યાંથી તેઓ પોતાની કાર ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી રાજપથ રંગોલી રોડ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની ગાડીને ટક્કર મારી શખ્સો ફરારઃ જે સમયે પોલીસે કારનો પીછો કર્યો હતો અને પીછો કરતા સમયે સરદાર પટેલ રિંગરોડ પહેલા પોલીસે કારને ઓવરટેક કરીને ઊભી રખાવી હતી. જે સમયે કારચાલકે પોલીસની ગાડીને ટક્કર મારી ત્યાંથી તમામ શખ્સો ફરી ફરાર થઈ ગયા હતા. તે સમયે પોલીસે કારમાં સવાર એક યુવકની ધરપકડ કરી હતી. જ્યારે કાર સહિતના અન્ય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે ટીમને કામે લગાડીઃ આ મામલે સૈજપુર બોઘાના અવિનાશ રાજપૂત નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાર ચલાવનાર કૃણાલ તેમ જ કારમાં સવાર ધ્રુવીન જોષી, સાગર જોષી, યશ ચાવડા અને અન્ય વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેઓને પકડવા અલગ અલગ દિશામાં ટીમો કામે લગાડી છે. આ મામલે કારમાં સવાર યુવક ઝડપાયા બાદ જ તેમનો પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરવા પાછળનું ખરું કારણ જાણી શકાશે. આ મામલે પકડાયેલો યુવક નશામાં હતો કે, કેમ તે દિશામાં પોલીસે તેનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો છે, જ્યારે અન્ય આરોપીઓના ઝડપાયા બાદ જ સમગ્ર મામલે વધુ હકીકતો સામે આવશે.

આ પણ વાંચોઃ Rajkot Crime : 36 છરીના ઘા મારીને છોકરીને વીંધી નાખનાર એકતરફી પ્રેમીને કોર્ટ ફટકારશે સજા

આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના PI એ.આર ધવને જણાવ્યું હતું કે પોલીસની ટીમ તહેવારને લઈને પેટ્રોલીંગમાં હતી ત્યારે એક કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવતા કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવી ભગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આ મામલે કારમાં સવાર એક યુવક ઝડપાયો છે જ્યારે અન્યની શોધખોળ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.