અમદાવાદ: L.D આર્ટસ કોલેજમાં રબારી અર્જુન,રબારી ઝીલ અને દેસાઈ આકાશ નામના વિદ્યાર્થીઓ સામે અનેક ફરિયાદો થઈ હતી. અધ્યાપકોને હેરાન કરવા,(Bullying of students in L D College) વિદ્યાર્થીનીને હેરાન કરવી, સહિતની ફરિયાદો હતી. જેથી તેમને જુલાઈ મહિનામાં મળવા બોલાવ્યા હતા, ત્યારે માફી પત્ર આપીને ફરીથી ભૂલ નહિ, થાય તેવું જણાવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થીઓ ચાલુ કલાસે છરી બતાવતા હતા અને લોકોને ડરાવતા હતા. મહિલા અધ્યાપકોને ચાલુ કલાસે જઈને તેમના ક્લાસના દરવાજા ચાલુ કલાસે બંધ કરી દેતા હતા. બિલ્ડીંગમાં ગમે ત્યાં ગાળો લખી દેતા હતા. 2 દિવસ અગાઉ સુભા નિગમ નામના મહિલા અધ્યાપક ભણાવતા હતા, ત્યારે 30 વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકને વર્ગમાં બંધ કરી દીધા હતા. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક NSUI સાથે જોડાયેલા છે. જેમાં અર્જુન રબારી L.D કોલેજનો NSUIનો ઉપપ્રમુખ છે.
L.D કોલેજમાં વિદ્યાર્થીઓના તોફાન, પ્રિન્સિપાલ પર ફેંકી ખુરશી, ફરિયાદ દાખલ - અમદાવાદ
L.D આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ કોલેજમાં કરતા તોફાન અંગે પ્રિન્સિપાલે આજે તેમને મળવા બોલાવ્યા હતા,(Bullying of students in L D College) જે દરમિયાન ઉશ્કેરાઈને એક વિદ્યાર્થીએ કેબિનમાં રહેલો પોર્ટ ફેંક્યો હતો. જે બાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન કર્યો અને કેબિન બહાર જઈને પર છૂટી ખુરશી ફેંકીને કાચ તોડી નાખ્યો હતો.(Chair thrown at Principal) સમગ્ર મામલે પ્રિન્સિપાલ દ્વારા ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.