અમદાવાદ: ઠક્કરબાપાનગરમાં આવેલી રઘુવીર વિદ્યાવિહારમાંથી ફરાર થયેલો કિશોર અંતે મળી આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9નો વિદ્યાર્થી માનવ અંગરવાર શાળામાંથી ગુમ થતા સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. 20મી જાન્યુઆરીના રોજ વિદ્યાર્થી શાળાએ ગયો હતો અને ત્યાં શિક્ષકે એસાઈનમેન્ટ બાબતે શિક્ષકે ઠપકો આપતા કિશોરને લાગી આવતા તે શાળામાંથી ફરાર થઈ ગયો હતો.
શાળામાંથી કિશોર ફરાર: પરિવારજનોએ શાળામાં તપાસ કરતા ત્યાં ન મળી આવતા અને શાળા દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતા વાલીઓએ તપાસ શરૂ કરી હતી. જોકે શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં વિદ્યાર્થી સ્કૂલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે પરિવારજનોએ અંતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકની અપહરણની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: ઘરમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટે 3 વર્ષના બાળકનો જીવ લીધો
સીસીટીવીના આધારે મળી ભાળ: શાળામાંથી ફરાર થયેલા કિશોરના કૃષ્ણનગર વિસ્તારમાં જ શિવાજી ચોક તેમજ ભવાની ચોક પરના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં તે ત્યાંથી પસાર થતો જોવા મળ્યો હતો. આ મામલે કલાકોની મહેનત બાદ ગુમ માનવ કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કિશોરને પરિવારજનોને સોંપીને તેનું નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી હતી જો કે કિશોર કયા સંજોગોમાં ગુમ થયો અને કાલુપુર રેલવે સ્ટેશન શા માટે ગયો હતો તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:MS University Controversy 12 નાપાસ વિદ્યાર્થિનીને મળ્યું એડમિશન, 6 મહિના પછી ફૂટ્યો ભાંડો
શિક્ષકે ઠપકો આપતાં સની બહાર ઉભો રાખ્યો: આ અંગે જી ડિવિઝનના એસીપી વી.એન યાદવે જણાવ્યું હતું કે હાલ બાળક મળી આવતા તેના પરિવારને સોંપવામાં આવ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળક શાળાએ ગયો હતો અને શાળામાં શિક્ષકે અસાઇમેન્ટ બાબતે તેને ઠપકો આપીને તેના પિતાને બોલાવવાનું કહેતા અને તેને ક્લાસની બહાર ઉભો રાખ્યો હતો અને તે સમયે તે શાળામાંથી ફરાર થઈ ગયો હતો. જોકે સીસીટીવીમાં તે એકલો દેખાતો હોવાથી તેને કોઈપણ વ્યક્તિ લઈ ગયું ન હોવાનું સામે આવ્યું છે.