વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, AMTS બસોની ખાનગીકરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના શાસન દરમ્યાન 84 બસ હતી. અમુલ ભટ્ટ જણાવ્યુ કે, કે, "જે બસો હતી એ જ બસ અત્યારે ચાલી રહી છે. પરંતુ અમદાવાદના રસ્તા પર હાલમાં 106 બસો કોર્પોરેશનની દોડી રહી છે. તેના જ માટે મિટિંગમાં હોબાળો થયો હતો."
જ્યારે બીજી તરફ વિપક્ષનો આક્ષેપ એ છે કે, કાંકરિયા દુર્ઘટનામાં કોણ જવાબદાર છે, જેમાં જણાવ્યું કે સંપૂર્ણ જવાબદારી સંચાલકની છે. અને તેની સામે FIR નોંધાઇ છે. એક તરફ તેમની રજૂઆત એવી પણ હતી કે, કંપની પાસે એસેમ્બલ રાઈડ હતી. કરારનો ભંગ કરવા છતાં કોઇ પગલાં લીધા નહીં. પરંતુ કરારમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે,એસેમ્બલ રાઇડનો ઉપયોગ કરી શકાય નહીં.