- મેઘમણી પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો
- 1100થી વધારે રકતદાતાઓએ કર્યું રકતદાન
- મેઘાણી પરિવાર છેલ્લા 13 વર્ષથી યોજે છે રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ
અમદાવાદઃ જિલ્લાના માંડલમાં મેઘાણી પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ મેઘમણી સરકાર ધામ ખાતે યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં 1100 થી વધારે રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું. મેઘાણી પરિવાર દ્વારા અનેક સેવાના કાર્યો કરવામાં આવે છે. શ્રી વઢીયાર વિકાસ ગ્રામ ટ્રસ્ટના માધ્યમ દ્વારા માંડલ, ટ્રેન્ટ અને અમદાવાદ ખાતે મેઘમણી પોતાની સ્કૂલો ચલાવે છે. આ મેઘમણી પરિવારની ત્રિપુટી નટુભાઈ, જયંતીભાઈ અને રમેશભાઈ હાલ ઉદ્યોગપતિમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
રક્તદાતાઓને આપવામાં આવ્યાં સન્માન પત્ર
રક્તદાતાઓને સન્માન પત્ર તથા અનેક ગીફ્ટ આર્ટિકલો પણ અપાયા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય તેજશ્રી પટેલ, ભાજપ નેતા વરુણ પટેલ, માંડલ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માંડલ પી.એસ.આઈ તથા પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ સ્ટાફ, માંડલ ભાજપ સંગઠન પ્રમુખ દશરથ પટેલ, સરપંચ એચ.કે.ઠાકોર, ટેન્ટથી રાજુ પટેલ, કુણપુરથી મહેશ પટેલ, અશ્વિન પટેલ, મેઘમણી પરિવારની ટ્રેન્ટ શાળાનો સ્ટાફ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ રક્તદાન પ્રસંગે મેઘમણી પરિવાર દ્વારા માહિતી કેન્દ્ર અને મનસુખભાઈ મેઘજીભાઈના જીવન ઝરમર અંગેની તકતી અનાવરણ કરાઈ હતી.