અમદાવાદઃ રવિવારે સાંજે અમદાવાદના મણિનગર ફાયર સ્ટેશનમાં (Ahmedabad Fire Station)રહેલા ફાયર રોબોટમાં બ્લાસ્ટ થતાં (Blast in fire robot)ધડાકાભેર અવાજ ગૂંજ્યો હતો. જેથી ફયરબ્રિગેડના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. આ બ્લાસ્ટમાં ફાયર મેનના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. મણનિગર ફાયર સ્ટેશનમાં રવિવાર હોવાથી ફાયરના (Fire Robot)તમામ સાધનોનું ઓપરેશન અને મેન્ટેનન્સ તપાસવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન સાંજે બેટરી ચાર્જમાંથી કાઢવા ફાયર કર્મી દીપક પરમારે સ્વીચ બંધ કરતા જ રોબોટમાં બ્લાસ્ટ થયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ દ્વારા રોબોનું યોજાયું ડેમોસ્ટ્રેશન
મણિનગર ફયર સ્ટેશનમાં રોબોટમાં બ્લાસ્ટ - જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. જો.કે ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લેવામાં આવી છે. જેને લઈ હવે GCRA અને GSPCની ટીમ આવીને ટેક્નિકલ બાબતની તપાસ કરશે. મણિનગર ફયર સ્ટેશનમાં રોબોટમાં બ્લાસ્ટ થયો છે. તેને અમદાવાદ ફાયરબ્રિગેડને 12 દિવસ પહેલાં જ દાનમાં આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Fire Robot in Surat : સુરતમાં આગમાં ફસાયેલા વ્યકિતને ફાયર રોબોટ પકડી પાડશે, શું છે આ રોબોટ જાણો
રોબોટમાં ખામી સર્જાતા બ્લાસ્ટ - ગુજરાત કો. સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા GSPC મારફતે આ રોબોટ અમદાવાદ, સુરત, વડોદરા એમ ત્રણ કોર્પોરેશનને એક એક રોબોટ દાનમાં અપાયા હતા. ગત 1 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પર આ રોબોટનું ડેમોસ્ટ્રેશન પણ કરાયું હતું. 12 દિવસમાં જ રોબોટમાં ખામી સર્જાતા બ્લાસ્ટ થયો છે. જેને લઈને અનેક પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે.