- ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 23 ઓક્ટોબરે અબડાસા વિધાનસભા વિસ્તારના ચૂંટણી પ્રવાસે જશે.
- ભાજપના કેન્દ્રિય મંત્રીઓનો અથાક ચૂંટણી પ્રચાર
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રિયમંત્રી પુરુષોત્તમ રૂપાલા ભાજપના સ્ટાર પ્રચારક
- મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનનો પણ ચૂંટણી પ્રચારનો ઝંઝાવાત
- 23 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની મોરબી, લીંબડી, ગઢડા અને કરજણ વિધાનસભામાં ચુંટણી પ્રવાસ કરશે
અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની 23 ઓક્ટોબરના રોજ મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં સવારે 10 કલાકે ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી ખાતે અને ત્યારબાદ લીંબડી વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં બપોરે 01:15 કલાકે લીંબડી ખાતે જાહેરસભાઓને સંબોધશે.
આ ઉપરાંત સ્મૃતિ ઈરાની ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર આત્મારામભાઇ પરમારના સમર્થનમાં સાંજે 04:30 કલાકે પીટીસી કોલેજ, ગઢડા ખાતે અને રાત્રે 08:00 કલાકે કરજણ વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં મિયાગામ-કરજણ ખાતે જાહેર સભાઓ સંબોધશે.
23 ઓક્ટોબરે કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાનો ધારી વિધાનસભા અંતર્ગત બગસરા, ધારી, મોટા સમઢિયાળા અને ચલાલાનો ચૂંટણી પ્રવાસ યોજાશે
કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા 23 ઓક્ટોબરના રોજ ધારી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર જે.વી. કાકડિયાના સમર્થનમાં સવારે 10:00 કલાકે બગસરા ખાતે અને બપોરે 03:00 કલાકે ધારી ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદી જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજે 06:00 કલાકે મોટા સમઢિયાળા અને રાત્રે 08:00 કલાકે ચલાલા ખાતે જાહેરસભા સંબોધશે.