અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને ઈતિહાસ (BJP Wins SC Seats in Gujarat) સર્જી દીધો છે. આ વખતે ભાજપને જીતાડવામાં SC બેઠકોએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. ભાજપે SCની 13માંથી 11 બેઠકો પર જીત (Gujarat Election 2022 Result) મેળવી છે.
ભાજપની SC બેઠકો વધી SCની 13 બેઠકોમાંથી ભાજપે આ વખતે 11 અને કૉંગ્રેસે 3 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતી છે. જ્યારે વર્ષ 2017માં આમાંથી કૉંગ્રેસે 6, ભાજપે 7 બેઠક જીતી હતી. જોકે, આ વખતે દલિત અને કૉંગ્રેસી નેતા જિગ્નેશ મેવાણી વડગામથી ફરી એક વાર જીતવામાં (BJP Wins SC Seats in Gujarat) સફળ રહ્યા હતા.
કૉંગ્રેસની વોટબેન્કમાં ગાબડું આ વખતે કૉંગ્રેસની પરંપરાગત દલિત વોટબેન્કમાં (SC Seats Congress Vote Bank) ગાબડું પાડવામાં ભાજપે મોટી સફળતા મેળવી છે. બીજી તરફ વર્ષ 2017માં ભાજપના પૂર્વ શિક્ષણ પ્રધાન રમણ વોરા, આત્મારામ પરમાર સહિતના મોટા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ભાજપે શુંભુપ્રસાદ ટુંડિયાને ગઢડા બેઠક પરથી ટિકીટ આપી હતી. તેમ જ અન્ય સ્થળોએ પણ સ્થાનિક સમીકરણો ધ્યાને રાખ્યા હતા. ઉપરાંત દસાડામાં દર વખતની જેમ બહારના ઉમેદવારને (Gujarat Election 2022 Result) ટિકીટ આપી હતી.
11 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો આ બધા કારણોસર SC અનામત એવી કુલ 13 બેઠકોમાંથી ભાજપના 11, કૉંગ્રેસના 2 ઉમેદવાર શૈલેષ પરમાર અને જિગ્નેશ મેવાણી જીતી શક્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને પણ દલિતોના મત મળ્યા હતા, પરંતુ તેઓ જીતી (Gujarat Election 2022 Result) શક્યા નથી.
દલિત સમાજનું પ્રભુત્વ મહત્વનું છે કે, રાજ્યોની 20 બેઠકો પર દલિત સમાજનો (BJP Wins SC Seats in Gujarat) પ્રભાવ છે, પરંતુ તેમાંથી માત્ર 13 બેઠકો જ નિર્ણાયક છે. આ સાથે જ ભાજપે પોતાની નવી રણનીતિ, ચૂંટણીના પ્રચારની નવી પદ્ધતિથી દલિત બેઠકો પણ (Gujarat Election 2022 Result) જીતી લીધી છે.