અમદાવાદ : કોંગ્રેસ સેવા-કાર્ય કરતી નથી, એટલે કોઈપણ મુદ્દે વિવાદ ઉભો કરીને બેબૂનિયાદ આક્ષેપ કરવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ નકામી વાતોને રાજકારણનો મુદ્દો બનાવવાં નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. દેશનાં કોઈપણ રાજ્યમાં N-95 માસ્ક 150 થી 250 રૂ|. મળે છે. મુખ્યમંત્રી વિજય રુપાણીની રાજ્ય સરકારે N-95 માસ્કની કિંમત 65 રૂ. નક્કી કરીને બધાં લોકોને મળી શકે તે માટે અમૂલ પાર્લર દ્વારા વ્યવસ્થા ગોઠવી છે. એક બાજુ માસ્કમાં કાળા બજાર થાય છે, તેવાં કોંગ્રેસ આક્ષેપો કરી રહી છે, ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે N-95 માસ્ક ના 65 રૂ. ફિક્સ કર્યા ત્યારે તેનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ બે મોઢાની વાત કરી રહી છે, કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢવાનો પ્રયાસ કરીને તેનો વિવાદ-વિરોધ કરે છે.
કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે, પરંતુ કામ કરવું અને જનસેવા કરવી અઘરી હોય છે: ભરત પંડ્યા - અમદાવાદ
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ બોલવું કે જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે. ખરેખર તો કામ કરવું , સારું કરવું અને જનસેવા કરવી એ અઘરું હોય છે.