ETV Bharat / state

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો 19 ઓગસ્ટથી સૌરાષ્ટ્રનો ચાર દિવસીય સંગઠનાત્મક પ્રવાસ - સોમનાથ મહાદેવ

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવું સંગઠન માળખું જાહેર થાય તેવી શક્યતાઓ છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ 19 ઓગસ્ટથી ચાર દિવસીય સૌરાષ્ટ્રની મુલાકાતે જઇ રહ્યા છે. જ્યાં તેઓ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને મળશે.

cr patil Saurashtra tour schedule
cr patil Saurashtra tour schedule
author img

By

Published : Aug 15, 2020, 10:42 PM IST

અમદાવાદઃ ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના આગામી પ્રવાસ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ 19 ઓગસ્ટ, બુધવારે સવારે 08:00 કલાકે સિંહ સદન સાસણ ગીર ખાતેથી રેલી સ્વરૂપે નીકળી 9:00 કલાકે સોમનાથ મંદિરે પહોંચશે. જ્યાં ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને તેઓ સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે.

cr patil Saurashtra tour schedule
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ 19 ઓગસ્ટથી ચાર દિવસીય સૌરાષ્ટ્રની મુલાકાત કરશે

સોમનાથ ખાતે ભાજપ અધ્યક્ષે ગીર સોમનાથ જિલ્લાના સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. સોમનાથથી વેરાવળ, કેશોદ, વંથલી, ગાંઠીલા ઉમિયા ધામ મંદિર દર્શન કરી તેઓ જૂનાગઢ શહેર પહોંચશે. સમગ્ર રૂટ દરમિયાન નિર્ધારિત કરેલા સ્થળોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જૂનાગઢ શહેર સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બેઠક યોજશે.

cr patil Saurashtra tour schedule
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર

9 ઓગસ્ટ, બુધવાર

  • સવારે 08:00 કલાકે સિંહ સદન સાસણ ગીર ખાતેથી રેલી સ્વરૂપે નીકળશે
  • 9:00 કલાકે સોમનાથ મંદિરે પહોંચશે
  • જ્યાં ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે.

20 ઓગસ્ટ, ગુરુવારે

  • સી. આર. પાટિલની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંગઠનની બેઠક યોજાશે.
  • જૂનાગઢથી જેતપુર થઇ ખોડલધામ દર્શન કરશે
  • ગોંડલ થઈને પાટીલ રાજકોટ પહોંચશે.
  • જ્યાં રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.

21 ઓગસ્ટ શુક્રવાર

  • સી.આર.પાટીલ તબક્કાવાર રીતે રાજકોટ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.

22 ઓગસ્ટ, શનિવાર

  • પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ચોટીલાથી ઝાંઝરકા થઈ સવઘણ મંદિરે દર્શન કરી ધંધુકા પહોંચશે.
  • જ્યાં ભાજપાની વિચારધારાને દાયકાઓ સુધી વરેલા રહેનારા ભાજપના અદના કાર્યકર્તા સ્વર્ગસ્થ જગદીશ સોનીના પરિવાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે.
  • બાવળા-બગોદરા ખાતે પણ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે
  • ત્યાંથી તેઓ સુરત જવા રવાના થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.