ETV Bharat / state

ભાજપ છેલ્લી ઘડી સુધી લડી લેવાના મુડમાં, આજે કેન્દ્રિય પ્રધાનોથી લઈ પૂર્વ સાંસદો પણ કરશે પ્રચાર - BJP MP Tejasvi Surya

રાજ્યમાં ભાજપ જીતે તે માટે સ્ટાર પ્રચારકો દિવસ રાત પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત (Gujarat Election 2022) છે. વડાપ્રધાનથી લઈને કેન્દ્રિય ગૃહપ્રધાન રાજ્યભરમાં સભાઓ (BJP Star Campaigners Campaign) ગજવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વાર સ્ટાર પ્રચારકો પ્રચાર માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો અને સભાઓ કરશે.

ભાજપ છેલ્લી ઘડી સુધી લડી લેવાના મુડમાં, આજે કેન્દ્રિય પ્રધાનોથી લઈ પૂર્વ સાંસદો પણ કરશે પ્રચાર

author img

By

Published : Nov 29, 2022, 8:22 AM IST

અમદાવાદ રાજ્યમાં 1 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પહેલા તબક્કા માટે મતદાન થશે. ત્યારે આ તબક્કાના પ્રચાર પડઘમ આજે (મંગળવારે) સાંજે શાંત થઈ જશે. તેવામાં ભાજપ છેક સુધી લડી લેવાના મુડમાં છે. એટલે ભાજપના સ્ટાર પ્રચારકો આજે ફરી રાજ્યભરમાં સભાઓ ગજવી લોકો સુધી પ્રચાર કરી તેમની (BJP Star Campaigners Campaign) સુધી પહોંચશે. ત્યારે આવો જોઈએ કયા નેતા ક્યાં સભા ગજવશે.

કેન્દ્રિય ગૃહપ્રધાનનો પ્રચાર કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ (Amit Shah Home Minister) આજે ઝંઝાવતી પ્રચાર કરશે. તેઓ દાહોદમાં બપોરે 12.30 વાગ્યે ગરબાડા વિધાનસભા બેઠક માટે, ખેડામાં જયસ્વાલ ફાર્મ ખાતે બપોરે 2 વાગ્યે ઠાસરા વિધાનસભા માટે, ખેડામાં બસ સ્ટેન્ડ પાસે બપોરે 3.30 વાગ્યે કપડવંજ વિધાનસભા માટે અને રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં અમરાઈવાડી ખાતે આવેલા રામરાજ્ય ચાર રસ્તા પાસે અમરાઈવાડી વિધાનસભા બેઠક માટે પ્રચાર કરવા જાહેરસભા સંબોધશે.

જે. પી નડ્ડાની સભા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (JP Nadda BJP National President) આજે કુલ ત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સવારે 11 વાગ્યે દાહોદમાં ચંદ્રિકા ગ્રિન્સની પાછળ જાહેરસભા સંબોધશે. ત્યારબાદ તેઓ બપોરે 2.10 વાગ્યે ભાવનગરમાં શાસ્ત્રીનગર ખાતે ભવ્ય રોડ શૉ કરશે. તેમ જ સાંજે 7 વાગ્યે વડોદરામાં અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ કાતે જાહેરસભા સંબોધશે.

કેન્દ્રિય પ્રધાન કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala Union Minister) આજે કુલ 4 વિધાનસભા માટે પ્રચાર કરશે. તેઓ સવારે 9 વાગ્યે અમરેલીમાં શિવાજી ચોક ખાતે ધારી વિધાનસભા માટે, પોરે 3 વાગ્યે મહેસાણામાં ઉમિયા માતા મંદિર ચોક ખાતે ઊંઝા વિધાનસભા માટે, મહેસાણામાં વસઈ ગામમાં વિજાપુર વિધાનસભા માટે અને સાંજે 7 વાગ્યા પછી અમદાવાદમાં નિકોલ ખાતે આવેલા ખોડિયાર માતા મંદિરમાં નિકોલ વિધાનસભા બેઠક માટે પ્રચાર કરશે.

CMનો રોડ શૉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Road Show in Patan) આજે પ્રચાર માટે પાટણ પહોંચશે. અહીં તેઓ બપોરે 3 વાગ્યે ભવ્ય રોડ શૉ કરશે. તો આ રોડ શૉનું પ્રસ્થાન કનસડા દરવાજા ખાતે આવેલા વિઠ્ઠલ ચેમ્બરથી થશે.

કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીનો કાર્યક્રમ કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani Union Minister) આજે કુલ 5 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સવારે 10.15 વાગ્યે ગાંધીધામમાં સરદાર પટેલ સ્ટેચ્યૂ ખાતેથી રોડ શૉ કરશે. તેઓ સવારે 11.30 વાગ્યે ગાંધીધામમાં આવેલા પંડિત દિનદયાળ હૉલ ખાતે મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ માંડવીમાં ગોકુલ રંગભવન ખાતે બપોરે 3.15 વાગ્યે જાહેરસભા ગજવશે. સાથે જ તેઓ અમદાવાદમાં એમ જી ફાર્મ ખાતે સાંજે 6.30 વાગ્યે મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં ઘીકાંટા ખાતે રાત્રે 8 વાગ્યે જાહેરસભા સંબોધશે.

UPના CM ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) પણ આજે ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ કુલ 4 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તે અંતર્ગત સવારે 10.40 વાગ્યે તેઓ મહીસાગરમાં ઈન્દિરા ગ્રાઉન્ડ ખાતે, બપોરે 12.30 વાગ્યે આણંદમાં ઓડે બજાર ખાતે, બપોરે 1.40 વાગ્યે વડોદરામાં કૉમર્સ કૉલેજ ખાતે જાહેરસભા સંબોધશે. આ ઉપરાંત તેઓ બપોરે 3.10 વાગ્યે ગોધરામાં ચાચર ચોકથી લાલ બાગ ટેકરી સુધી રોડ શૉ કરશે.

ભાજપના યુવા નેતાનો પ્રચાર ભાજપના સાંસદ અને ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા (BJP MP Tejasvi Surya) આજે ગુજરાત પ્રવાસ અંતર્ગત 3 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સવારે 9 વાગ્યે બનાસકાંઠામાં સમૌ મોટા ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ પાટણમાં ગ્રામ પંચાયત ખાતે બપોરે 4 વાગ્યે રોડ શૉ કરશે. ઉપરાંત તેઓ સાંજે 4.30 વાગ્યે રાધે શૉપિંગ સેન્ટર ખાતે યુવા સંમેલનને સંબોધશે.

ભાજપના પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ (Actor Paresh Rawal) પણ આજે પ્રચાર માટે ગુજરાત આવશે. તેઓ અમરેલીમાં રિલાયન્સ પેટ્રોલ પમ્પ ખાતે સવારે 10.30 વાગ્યે રોડ શૉ કરશે. ત્યારબાદ તેઓ આણંદમાં સાંજે 4.15 વાગ્યે કિંખલોદ ખાતે અને સાંજે 6.15 વાગ્યે પાણીયારા મેદાન ખાતે જાહેરસભા સંબોધશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.