અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીયના ભારતના પ્રવાસે આવનાર છે તે ખુબ જ ચર્ચાનો વિષય બન્યુ છે. એક પક્ષ તેની ટીકા કરે છે તો બીજો પક્ષ તેને ગુજરાતનું ગૌરવ ગણાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમની ટીકાત્મક નિવેદનો કરવાના કારણે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત આવે છે, તે આપણા દેશ અને ગુજરાત માટે ખુબ ગૌરવની વાત છે. આપણી સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવની વાત કરવામાં આવી છે,જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રેસિડેન્ટ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વમાં એક મજબૂત લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે, હર હંમેશને માટે બે મુખની વાત કરનાર કોંગ્રેસ દ્વારા ટ્રમ્પની મુલાકાતની ટીકા ન કરવી જોઈએ. લાખો ગુજરાતીઓ આજે અમેરિકામાં રહે છે.વિશ્વમાં ભારતની વિદેશનીતિને વધુ પ્રભાવશાળી બનવવા માટેે ટ્રમ્પની મુલાકાત મહત્વની છે. કોંગ્રેસે તેની ટીકા ન કરવી જોઈએ.