અમદાવાદઃ ગુજરાત ભાજપ તરફથી પ્રતિનિધિમંડળ દિલ્હીમાં સ્કૂલો અને મહોલ્લા ક્લિનિકની (mohalla clinic in Delhi)મુલાકાતે ગયું હતું. પ્રતિનિધિમંડળે કહ્યું હતું કે દિલ્હીના આપના ધારાસભ્યો કે કોઈ પણ અમને સહકાર આપ્યો (Schools and Mohalla Clinics in Delhi ) નથી. ત્યારે તે વાત ખોટી છે તેવું આપે કહ્યું હતું. આજે ફરીથી મીડિયા સમક્ષ આપના હોદેદારોએ ગુજરાત ભાજપના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપ્યું હતું. ત્યારે ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હી સરકારે કરેલા કામોની જાણકારી મેળવશે.
આ પણ વાંચોઃ શિવસેનાના ધારાસભ્યને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ ઘેનના ઇન્જેક્શન આપી તેઓને બેભાન કરી દીધા : આપ પ્રમુખ ઇટાલિયા
સંસ્થામાં તાલીમ માટે મોકલવામાં આવે - આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ભાજપના પ્રતિનિધિ મંડળએ આમંત્રણ આપવા છતાં પણ દિલ્હીની સરકારી સ્કૂલો જોવા આનાકાની (Schools and Mohalla Clinics in Delhi )કરી છે. મીડિયા સામે ફોન કરીને આમંત્રણ આપવા છતાં સ્વીકાર્યું નથી. એટલે ભાજપની(Bharatiya Janata Party)નિયતમાં ખોટ છે. દિલ્હી સરકાર દ્વારા શિક્ષકોની તાલીમ માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે 1,407 જેટલા શિક્ષકો દેશ વિદેશમાં અને જેવી સંસ્થામાં તાલીમ માટે મોકલવામાં આવે છે જેના લીધે શિક્ષકોના ગ્રોથ રેટમાં 60 ટકા વધારો થયો છે.
આ પણ વાંચોઃ સરકારે ખેડૂતોનુ અને પીવાનું પાણી કોને આપ્યુ? આમ આદમી પાર્ટી
ભાજપના કોઇ નેતા તેમને આ રીતે આમંત્રણ આપતા નથી - ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે ભાજપના નેતાઓ બોલતા હતા કે અમને આમંત્રણ મળ્યું નથી ત્યારે આજે અમે તેમને ફરીથી આમંત્રણ આપી રહ્યા છેે. તેઓ સ્વીકારી રહ્યા નથી મતલબ છે કે તે ખોટા કાયદાથી ત્યાં ગયા છે જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન ગુજરાતમાં આવે છે. ભાજપના કોઇ નેતા તેમને આ રીતે આમંત્રણ આપતા નથી અને ગુજરાતની શાળા જોવા લઈ જતા નથી અને અમે તેમને દિલ્હીની સરકારી શાળાની મુલાકાતે લઈ જવા તૈયાર છીએ. પરંતુ તે તમારું આમંત્રણ સ્વીકારવા તૈયાર નથી. ત્યારે પત્રકાર પરિષદ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ રમણભાઈ વોરાને ફોન કરતા તેમને ફોન ઉપાડ્યો હતો અને ફોન ચાલુ રાખીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો.
આક્ષેપો પ્રતિ આક્ષેપો - આ બન્ને પાર્ટીઓ શિક્ષણને લઈને એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહી છે. પરંતુ ખરેખર તો ગુજરાતના શિક્ષણની સ્થિતિ હાલ તો ખરાબ જ છે. ત્યારે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની સ્થિતિ સુધારવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.