ETV Bharat / state

ભાજપ અને આપના આગેવાનો તથા કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા, સાંસદ શક્તિસિંહે કર્યું સ્વાગત - કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા આહ્વાન કર્યું હતું. જેના પરિણામે આજે અનેક ભાજપ, આપ, જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપી સભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા.

ભાજપ અને આપના આગેવાનો તથા કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 7:26 PM IST

ભાજપ અને આપના આગેવાનો તથા કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા

અમદાવાદ: રાજીવ ગાંધી ભવન ભાજપ, આપ, જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપીમાંથી અમદાવાદ, ગાંધીનગર જિલ્લા, ભુજ-કચ્છ, સુરત, વડોદરા ખાતેથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. સાંસદ શક્તિસિહ ગોહિલે પક્ષમાં જોડાયેલા દરેક સભ્યોનો આભાર માન્યો હતો.

સાંસદ શક્તિસિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે અસલી બિયારણ-યુરિયા ખાતર પૂરતું નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, આરોગ્ય સેવાઓ મોંઘી બની છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓના હિતમાં સત્તા પરિવર્તન અત્યંત જરૂરી બન્યું છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય આ હોદ્દેદાર-કાર્યકર્તાઓએ કરેલ છે.

કોણ કોણ પક્ષમાં જોડાયા: આપના ફાઉન્ડર મેમ્બર શ્રી આર. સી. પટેલ, ભાજપ એબીવીપીના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી કુનાલસિંધ સુરી, ગાંધીનગર શહેર-જિલ્લાના આપના મહામંત્રી શ્રી અનંત યાજ્ઞિક, ગાંધીનગર શહેર-જિલ્લાના કરણી સેનાના પૂર્વ પ્રમુખ શ્રી વિજયસિંહ સોલંકી, રાષ્ટ્રીય મજદુર પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ડો. શૈલેશભાઈ જોષી, રાષ્ટ્રીય મજદુર પાર્ટીના પૂર્વ મહિલા પ્રમુખ શ્રી દક્ષાબેન બારોટ સહિત સમાજવાદી પાર્ટી, એનસીપીના પૂર્વ હોદ્દેદાર- કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

કોણ કોણ હાજર રહ્યા: આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ બિમલ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પ્રદેશ હોદ્દેદાર બળદેવભાઈ લુણી, પ્રવક્તા પાર્થિવરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

  1. એમ્બ્યુલન્સ જોઈને PM મોદીએ પોતાનો કાફલો રોક્યો, વારાણસીમાં રોડ શોનો વીડિયો સામે આવ્યો
  2. અમેરિકામાં લૂંટના ઈરાદે ફાયરિંગ; ગુજરાતી યુવાન 46 દિવસ બાદ જીવન સામેનો જંગ હાર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.