જોકે, ગુજરાતના ગૃહપ્રધાન તરીકે અમિત શાહનો કાર્યકાળ સતત ચર્ચામાં રહ્યો હતો. શાહના જીવનમાં અનેક રાજકીય ઉતાર-ચડાવ આવ્યાં. જેમાં ત્રણ મહિનાનો જેલવાસ અને ગુજરાતમાંથી તડીપાર થયાનો સમય પણ સામેલ છે. આ વખતે અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને મત ન મળ્યા હોય એટલા મતથી જીત મેળવી લોકસભામાં એન્ટ્રી કરી હતી. અમિત શાહની સામે કૉંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડાને 3 લાખ 34 હજાર મત મળ્યા છે. જ્યારે અમિત શાહને 7 લાખથી વધુ મત મળ્યાં હતાં.
અમિત શાહની રાજકીય કારર્કિદી
મોદી સરકાર-2માં અમિત શાહે સક્રિય રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે રાજનીતિમાં આવ્યાં પહેલા અમિત શાહ શેર બ્રોકર હતા. આમ, શેરબજારના આંકડાઓ ગણતા ગણતા શાહ રાજનીતિના આંકડાઓ ગણવા લાગ્યા. ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ મોદીના વિજયના મુખ્ય વ્યૂહરચનાકાર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ અને અપનાદળના જોડાણને 80માંથી 73 બેઠક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જો કે, શાહના જીવનમાં અનેક રાજકીય ઉતાર-ચડાવ આવ્યા છે. જેમાં ત્રણ મહિનાનો જેલવાસ અને ગુજરાતમાંથી તડીપાર થયાનો સમય પણ સામેલ છે. લાંબી કાયદાકીય લડાઈ બાદ 2014ના સીબીઆઈ કોર્ટે ડિસ્ચાર્જ કર્યા. ભાજપ પ્રવેશ બાદ તેઓએ 1991માં અડવાણી અને 1997માં અટલ બિહારી વાજપેયીના ગાંધીનગર લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જની જવાબદારી સંભાળી. આ બન્ને ચૂંટણીમાં અડવાણી અને અટલજીને ભવ્ય જીત મળી.
બાયૉ-કેમિસ્ટ્રીનો અભ્યાસ કરેલા શાહ 1984-85માં ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા, ત્યાર બાદ 1987માં ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા. શાહે પ્રથમ ચૂંટણી 1988માં પ્રાથમિક સહકારી સંઘની લડી હતી. જેમાં વિજય થયો અને 1989માં ભાજપના અમદાવાદ શહેર સંગઠન મંત્રી બન્યા. ભારતભરમાં ભાજપનો વ્યાપ વધારવા અમિત શાહે ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની ભાષા સમજવા અને પ્રચાર કરવા માટે ટ્યુશન લીધા. શાહે મમતાના ગઢમાં ગાબડા પાડવા બંગાળી, તમિલ, મણિપુરી અને આસામી જેવી વિવિધ ભાષાઓ માત્ર એક વર્ષના ગાળામાં જ શીખી લીધી. ભાષાનું પ્રાથમિક જ્ઞાન લીધા બાદ તેના પર પકડ પણ જમાવી.
![અમિત શાહઃ ગુજરાતના ગૃહપ્રધાનથી દેશના ગૃહ પ્રધાન સુધી, ચડતી-પડતી વચ્ચે શાહ ટકી રહ્યાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4829468_modi.jpg)
વડાપ્રધા નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર અમિત શાહને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.