ETV Bharat / state

Tejashwi Yadav : ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ

અમદાવાદની મેટ્રો કોર્ટમાં બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેજસ્વી યાદવે ઠગ તેમજ ઘુતારા સહિતના અશોભનીય શબ્દો કહેતા ગુજરાતીઓને અપમાન કર્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

Tejashwi Yadav : ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી સામે કોર્ટમાં ફરિયાદ

author img

By

Published : Apr 26, 2023, 7:38 PM IST

Updated : Apr 26, 2023, 8:13 PM IST

બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ

અમદાવાદ : ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓ પર એક પછી એક ફરિયાદો કરવામાં આવી રહી છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહીને સંબોધ્યા છે. જેથી તમામ ગુજરાતીઓનું અપમાન છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હરેશ મહેતા દ્વારા આ ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો : ફરિયાદી હરેશ મહેતાએ જણાવ્યું હતું કે, 22 તારીખે મેં એક ખાનગી ન્યૂઝ ચેનલમાં સમાચાર જોયા હતા. જેમાં બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ એમણે ગુજરાતીઓ માટે ઠગ શબ્દનો પ્રયોગ કર્યો હતો કે "સારે ગુજરાતી ઠગ હોતે હૈ". ગુજરાતીઓ માટે આ અપમાનજનક છે ગુજરાતીઓ માટે ઠગ અને ધૃત સહિતના શબ્દ પ્રયોગ એ અશોભનીય છે. તેથી આ વિશે મેં મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

ગુજરાતીઓનું અપમાન : અરજદારના વકીલ પી.આર. પટેલે જણાવ્યું હતું કે, જે રીતે તેજસ્વી યાદવે ગુજરાતીઓને માટે ઠગ અને લુચ્ચા જેવા શબ્દ પ્રયોગ કર્યો છે. જેના કારણે અમે આ ફરિયાદ દાખલ કરી છે. મેટ્રો કોર્ટમાં ભારતીય દંડ સહિતાની કલમ 499 અને 500 હેઠળ રાખીને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Land For Job Scam: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આજે ED સમક્ષ થશે હાજર

શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓના ઠગ શબ્દનો પ્રયોગ 22 માર્ચ 2023ના રોજ કર્યો હતો. આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર તેજસ્વી યાદવે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે આ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. આ સમગ્ર મામલે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ થતા મેટ્રો કોટે અરજીનો સ્વીકાર કર્યો છે. આ મામલે વધુ સુનાવણી પેલી મેના રોજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : Opposition Unity: નીતિશ વિપક્ષી એકતાના અભિયાનમાં વ્યસ્ત, શું મમતા-અખિલેશને કોંગ્રેસ સાથે જોડી શકશે?

ગુજરાતમાં નેતાઓના કેસ : ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક પછી એક તમામ રાષ્ટ્રીય નેતાઓ વિરુદ્ધ ફરિયાદો દાખલ થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહનીનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. તો બીજી તરફ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પણ ગુજરાત યુનિવર્સિટીએ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. ત્યારે વધુ એક રાષ્ટ્રીય નેતા વિરુદ્ધ ગુજરાતમાં ફરિયાદ દાખલ થઈ છે.

Last Updated : Apr 26, 2023, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.