ETV Bharat / state

CPR Training : વર્લ્ડ બુક એવોર્ડ દ્વારા CPR ટ્રેનિંગ મેળવેલા કાર્યકર્તાઓને કરાયા સન્માનિત

ભાજપ દ્વારા CPR ટ્રેનિંગ મેળવેલા કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલ સાથે નરોડા ધારાસભ્ય જોડાયા હતા. CPR ટ્રેનિંગને લઈને પાટિલે કહ્યું હતું કે, હાર્ટએટેક જેવી પરિસ્થિતિમાં મદદરૂપ બની શકાય તે માટે CPR ટ્રેનિંગ શરૂ કરી છે.

CPR Training : વર્લ્ડ બુક એવોર્ડ દ્વારા CPR ટ્રેનિંગ મેળવેલા કાર્યકર્તાઓને સન્માનિત

author img

By

Published : Apr 24, 2023, 8:26 PM IST

ભાજપ દ્વારા CPR ટ્રેનિંગ મેળવેલા કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ : પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓનું CPR ટ્રેનિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યમાં યોજાયેલ CPR ટ્રેનિંગ બાબતે મેડિકલ સેલ દ્વારા કોબા કમલમ ખાતે પ્રેસ યોજાઈ હતી. આ દરમિયાન વર્લ્ડ બુક એવોર્ડ દ્વારા તમામ ટ્રેનિંગ મેળવેલા કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે નરોડા ધારાસભ્ય CPR ટ્રેનિંગ અધ્યક્ષ પણ પ્રેસ મિટિંગમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Lok Sabha Election : એક દિવસીય કાર્યશાળાના આયોજનમાં પાટીલ ભાઉની કાર્યકર્તાઓને ટિપ્સ

CPR ટ્રેનિંગને લઈને પાટીલ કરી વાત : અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા CPR ટ્રેનિંગ યોજવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના ભાજપ કાર્યકર્તાઓ ટ્રેનિંગ લઈ ઇમર્જન્સીમાં લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. જે ખરેખર ખૂબ અસરકારક રહ્યો છે. હાલમાં કોરોના જેવી મહામારી બાદ સામાન્ય દેખાતા લોકોમાં હાર્ટએટેક આવવાની ઘટનાઓ જોવા મળી રહી છે. જે કોરોના ઇફેક્ટના કારણે થઈ રહ્યું હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા યુથ ઉભુ કરી હાર્ટએટેક જેવી પરિસ્થિતિમાં મદદરૂપ બની શકાય તે માટે CPR ટ્રેનિંગ શરૂ કરી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી હાલ લોકોની પડખે છે. જેમાં CPR ટ્રેનિંગ દ્વારા લોકોને મદદ કરવાની પહેલ કરી છે.

આ પણ વાંચો : Gujarat Bjp Cpr Training: સમગ્ર ગુજરાતના BJP કાર્યકર્તાઓને CPR ટ્રેનિંગ આપવામાં આવશે

પક્ષ માટે ગૌરવની વાત : પ્રદેશ અધ્યક્ષ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ રક્તદાન કેમ્પ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે. આવા કાર્યક્રમો દ્વારા BJP લોકો સાથે સંપર્કમાં રહે છે. કોરોના પછી જે સ્થિતિ આવી જેમાં રમતા રમતા યુવાનોને એટેક આવી જાય છે. તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા CPR દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને 2500થી વધુ ડોકટરોએ ભાજપ કાર્યકર્તાઓને CPRની ટ્રેનિંગ આપી હતી. તે દરમિયાન એક બે બનાવ CPR ટ્રેનિંગ દરમિયાન ધ્યાને આવતા ડોક્ટરે સારવાર કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હવે પછી રાજ્યમાં 49,800 જેટલા પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપવાની છે. હાલ ભાજપની આ આગવી પહેલને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં CPR ટ્રેનિંગને સ્થાન મળ્યું છે. જે પક્ષ માટે ગૌરવની વાત કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.